મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામે બનેલ બનાવ સંદર્ભે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું


SHARE













ટંકારાના નેકનામ ગામે બનેલ બનાવ સંદર્ભે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું

ટંકારા તાલુકાનાં નેકનામ ગામે પરબે પીવાનું પાણી ભરવા બાબતે અનુસૂચિત જાતિના સગીર વયના બાળકને માર મરવામાં આવ્યો હતો અને અને તેના પિતાને પણ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા જેની ફરિયાદ નોંધાઈ હતી જો કે, મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ગુનો નોંધવામાં બેદરકારી કરનાર પીએસઆઇ તેમજ ડોક્ટર સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરાઇ છે.

મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે જેમાં જણાવ્યુ છે કે, ટંકારાના નેકનામ ગામે થોડા દિવસો પહેલા અનુસૂચિત જાતિનો સગીર વયનો બાળક ગામના પીવાના પરબે પાણી ભરવા ગયો હતો ત્યારે એક તેને માર માર્યો હતો અને તેના પિતાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા અને હુમલો કર્યો હતો. જેથી બાળકને સારવાર માટે ટંકારા લઈને ગયા હતા જો કે, ડોક્ટરે ફરજમાં બેદરકારી દાખવી બાળકને રીફર કરી દીધો હતો અને આ બનાવની ફરિયાદ લેવામાં ટંકારાના પીએસઆઇએ બેદરકારી રાખી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને હુમલાખોર તેમજ બેદરકારી દાખવનાર અધિકારી તેમજ ડોકટર સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે 






Latest News