મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં કોંગ્રેસના આગેવાને કરેલા આક્ષેપો પાયા વિહોણા: સિરામીક એસો.ની સ્પષ્ટતા


SHARE













મોરબીમાં કોંગ્રેસના આગેવાને કરેલા આક્ષેપો પાયા વિહોણા: સિરામીક એસો.ની સ્પષ્ટતા

મોરબી કોંગ્રેસના આગેવાનએ રફાળેશ્વર પાસે પેપરમીલ અને સિરામિક ઉદ્યોગ દ્વારા કચરો નાખવામાં આવે છે અને ડેમના પાણીને પ્રદુષિત કરે છે તેવી માહિતી સાથેના સમાચાર આપવામાં આવ્યા હતા જેની સામે મોરબી સીરામીક એસો.એ સ્પષ્ટતા કરી છે કે, સિરામીક ઉદ્યોગ દ્વારા ઘન કચરાનો રિયુઝ કરવામાં આવે છે અને કોઈ કારખાનામાંથી કચરો બહાર ફેંકવામાં આવતો નથી અને કોંગ્રેસનાં આક્ષેપ પાયા વિહોણા છે

હાલમાં મોરબી સિરામીક એસો.ના પ્રમુખ દ્વારા માહિતી આપવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના કોંગ્રેસ સમિતીના આગેવાનો દ્વારા સિરામિક યુનિટમાંથી નીકળતા કેમિકલ યુક્ત કચરાણે રફાળેશ્વર પાસે નાખવામાં આવે છે જે પાયા વિહોણો આક્ષેપ છે સિરામિક ઉદ્યોગની પ્રોસેસમા જે ઘન કચરો નિકળે છે તે ફરી વખત સિરામીક પ્રોસેસમા વપરાય છે. જેથી ઘન કચરો બહાર નાખવામાં આવતો નથી વધુમાં એવું પણ જણાવ્યુ છે કે, પ્રોડક્શન કોસ્ટ નીચી આવે તેના માટે ઘન કચરાનો ઉપયોગ ઘણા સમયથી કરવામાં આવે છે તેમજ સિરામિકનો ઘન કચરો હાલમાં બજારમાં વેચાય છે અને ફરી વખત વાપરીને ટાઇલ્સ બનાવવમાં આવે છે. જેથી કરીને મચ્છુ-૨ ડેમ નજીક ઠલવાતો કેમિકલ યુક્ત કચરો સિરામિક ઉદ્યોગનો નથી અને કોંગ્રેસે કરેલા આક્ષેપને પાયા વિહોણા છે તેવું પણ જણાવ્યુ છે






Latest News