મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

ટંકારાના સપૂત મહર્ષિ દયાનંદ સરસ્વતીજીને સરકાર સન્માનિત કરી શ્રદ્ધાંજલી અર્પણ કરશે


SHARE













ટંકારાના સપૂત મહર્ષિ દયાનંદ સરસ્વતીજીને સરકાર સન્માનિત કરી શ્રદ્ધાંજલી અર્પણ કરશે

આપણો દેશ આઝાદીના અમૃતકાળની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે હાલ સમગ્ર દેશમાં દેશના વીરો ને વિરાંજલી અર્પણ કરવાના આશય સાથે સરકાર દ્વારા મારી માટી મારો દેશઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ હેઠળ દેશના અનેક વીરો અનેક મહાપુરુષો કે  જેમણે આઝાદીની લડતમાં, દેશને સ્વાધીનતા અપાવવામાં તેમજ રાષ્ટ્ર ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવી હોય અને દેશ માટે શહીદી વહોરી હોય તેવા વીરોને શત શત વંદન કરવા વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે.

ત્યારે દેશ કે આપણે રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવનાર તપોભૂમિ ટંકારાના તત્વચિંતકશ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતીજીને કેમ ભૂલી શકાય ? નાના એવા ટંકારાની પાવન ભૂમિ પર જન્મેલા શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતીજી વિશ્વમાં ટંકારાનું નામ મોટું કરી ગયા. જેમને સરદાર વલ્લભભાઈ પટેલે સ્વાધીનતાના મહત્વના પાયોનીયર પૈકીના એક કહ્યા છે એવા દયાનંદ સરસ્વતીએ દેશને સ્વાધીનતા તરફ લઈ જવામાં એક અહેમ ભૂમિકા અદા કરી છે. સ્વતંત્રતાની ચળવળના અનેક લડવૈયાઓ અને ઘડવૈયાઓ મહર્ષિના શિષ્યો હતા અને માતૃભૂમિ માટે કંઈક કરી છૂટવાની તેમની દેશ દાઝને વધુ તેજવાન બનાવવામાં પણ મહર્ષિની એક અગત્યની ભૂમિકા રહી છે.

આ બાબતે ટંકારા મહર્ષિ દયાનંદ જન્મસ્થળના મંત્રી દેવજીભાઈ પડસુંબિયા જણાવે છે કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના રાષ્ટ્ર ભાવનાના ગુણ તેમની પાસે તૈયાર થયેલા શિષ્યોમાં ઊતર્યા હતા. શહીદ ભગતસિંહ, લાલા લજપતરાય, અશફાક ઉલ્લાખાન, રામપ્રસાદ બિસ્મિલ આ તમામ દેશભક્તો મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના પરમ શિષ્યો હતા. આ તમામ આઝાદીના લડવૈયાઓએ દેશ માટે પોતાનું બલિદાન આપી દીધું જેની પાછળ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની પ્રેરણાએ મહત્વની ભૂમિકા ભજવી છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીજીને એક વખત એક અંગ્રેજ અધિકારીએ પ્રશ્ન પૂછ્યો કે, સ્વામીજી તમે આઝાદીની વાતો કરો છો, પરંતુ અંગ્રેજો દ્વારા દેશ આઝાદ કરી દેવામાં આવે તો તમારો દેશ સારી રીતે ચલાવી નહીં શકાય. ત્યારે તેમણે સરસ જવાબ આપ્યો કે, અમને સુરાજ્ય કરતા સ્વરાજ વધારે વહાલું છે. ભારતના જ વ્યક્તિ દ્વારા અમારું રાજ્ય ચલાવવામાં આવે એવી હંમેશા મેં ખેવના રાખી છે. 








Latest News