પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી લાયન્સ કલબ સીટીની ટીમ દ્વારા મોટાભેલા- રાસંગપરમાં બે પ્રોજેકટ કરાયા


SHARE









મોરબી લાયન્સ કલબ સીટીની ટીમ દ્વારા મોટાભેલા- રાસંગપરમાં બે પ્રોજેકટ કરાયા

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા મોટાભેલા ૧ અને ૨ આંગણવાડીના કુપોષિત બાળકોને પૌષ્ટિક આહાર માટેના પ્રોજેક્ટમાં દત્તક લેવામાં આવ્યા છે જેમાં બાળકોને પૌષ્ટિક આહાર મળે અને શારીરિક રીતે સક્ષમ બને તે માટે આ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતુ. જેમાં સંચાલિકા જશુબેન દ્વારા પૌષ્ટિક આહાર બનાવી બાળકોને આપવામાં આવે છે. સાથે સાથે આજના દિવસે સંગાથ વૃદ્ધાશ્રમ રાસંગપર મુકામે ૪૦ જેટલા વડીલોને બપોરનું ભોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા કરાવવામાં આવ્યું હતુ. સૌ પ્રથમ દરેક વડીલો દ્વારા પ્રાર્થના બોલવામાં આવી અને પછી ભોજન પ્રસાદની શરૂઆત કરવામાં આવી હતી. આ બંને પ્રોજેક્ટમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી ત્રિભોવનભાઈ સી.ફુલતરિયા, ખજાનચી મણિલાલ જે.કાવર, પ્રોજેક્ટ ચેરમેન મહાદેવભાઈ ચિખલિયા, ધનજીભાઈ નાયકપરા, પ્રાણજીવનભાઈ રંગપડીયા, પરસોતમભાઇ કાલરીયા, જયંતીભાઈ સહિતના હાજર રહ્યા હતા.




Latest News