મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબી : મજાક મસ્તી દરમિયાન સીડી ઉપરથી નીચે પડી ગયેલ યુવાનનું સારવારમાં મોત


SHARE













મોરબી : મજાક મસ્તી દરમિયાન સીડી ઉપરથી નીચે પડી ગયેલ યુવાનનું સારવારમાં મોત


મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાકડધાર ગામ પાસે સિરામિક યુનિટમાં લેબર ક્વાર્ટરમાં મજાક-મસ્તી દરમિયાન સીડી ઉપરથી બે યુવાનો નીચે પડી ગયા હતા.જેથી બંનેને સારવાર માટે લઇ જવાયા હતા.જેમાં બે પૈકીના એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા વાંકાનેર તાલુકાના લાકડધાર ગામ પાસેના બ્રાવેટો ગ્રેનાઇટો નામના યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા બે યુવાનો મજાક મસ્તી કરતા હતા અને વરસાદી માહોલમાં ભીની સીડીના લીધે બંને નીચે પટકાયા હતા.જેથી બંનેને સારવારમાં મોરબી લાવવામાં આવ્યા હતા જે પૈકી એકને રાજકોટ ખસેડાયો હતો.વધુમાં મોરબી પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ત્યાં રહેતા બબલુભાઈ જગદીશભાઈ (ઉમર ૨૫) અને નીરજ વિજયભાઈ ડામોર (ઉમર ૨૦) બંનેને ઇજા પહોંચતા મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાંથી નીરજ ડામોરને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યારે બબલુભાઈ જગદીશભાઈને વધુ ઈજા થયેલ હોય રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.દરમિયાનમાં મોરબી ખાતે સારવારમાં રહેલા નીરજ વિજયભાઇ ડામોર (ઉમર ૨૦) નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ વાંકાનેર હદ વિસ્તારનો હોવાથી બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ભરતનગર ગામે ભરત ફાર્મની પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ધનંજયકુમાર (ઉંમર ૩૨) રહે.અલ્હાબાદગંજ જહાનાબાદ બિહાર વાળાને ઈજા પહોંચી હતી.તે ટ્રક લઈને મુન્દ્રાથી મોરબી તરફ આવતો હતો ત્યારે ત્યાં વાહન અથડાવાનો બનાવ બન્યો હતો જેમાં ચાર-પાંચ લોકો દ્વારા તેને માર મારવામાં આવતા મોન્ટુ દલસાણીયા દ્વારા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો અને બનાવની જાણ થયેલી હોવાથી તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા આ બાબતે આગળની તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના ચકમપર ગામના સવજીભાઈ સોમાભાઈ ડાભી નામના ૫૩ વર્ષના આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા મોરબી ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેઓ બાઈકમાં બેસીને બહાર જતા હતા ત્યારે જેતપર દેવળિયા રોડ ઉપર તેઓના બાઈકને અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જે બનાવમાં સવજીભાઈ ડાભીને ઇજાઓ પહોંચતા સારવાર માટે લઇ જવાયા હતા.ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા આ બનાવ અંગે નોંધ કરીને વધુ તપાસ કરવામાં આવી હતી.






Latest News