મોરબીની તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત: સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં જાત જલાવીને આધેડ મહિલાએ કર્યો આપઘાત મોરબીમાં બોલેરો પાછળથી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇવી કારમાં નુકશાન મોરબી તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત: હળવદના મિયાણી નજીક કેનાલના પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત
Breaking news
Morbi Today

એક અરજીની અસર !: મોરબી પાલિકાએ રોડ સાઈડના દબાણોને હટાવવાના કામના કર્યા શ્રીગણેશ


SHARE













એક અરજીની અસર !: મોરબી પાલિકાએ રોડ સાઈડના દબાણોને હટાવવાના કામના કર્યા શ્રીગણેશ

મોરબી પાલિકાની બેદરકારીના લીધે શહેરનાં મુખ્ય ચોક તેમજ રસ્તા ઉપર લારી ગલ્લાના દબાણો થઈ ગયા છે અને એક કે બે નહિ મુખ્ય માર્ગ ઉપર બે હજાર જેટલા દબાણ હોવાની મોરબીના જાગૃત પત્રકાર દ્વારા અરજી ફરિયાદ તાલુકા સ્વાગતમાં કરવામાં આવી હતી ત્યાર બાદ જિલ્લા સ્વાગતમાં અરજી ફરિયાદ કરવામાં આવી છે ત્યારે તંત્ર દ્વારા આળસ ખંખેરીને મોરબીના મુખ્ય માર્ગ ઉપરથી કાચા, પાકા દબાણો, લાઈર ગલ્લા અને પાથરણા સહિતના દબાનોને હટાવવા માટેની કામગીરીના શ્રીગણેશ કરેલ છે અને પહેલા દિવસે પાલિકાની ટીમે પોલીસને સાથે રાખીને ગાંધીચોકથી બાયપાસ સુધીના દબાણો હટાવવાની કામગીરી કરી હતી જો કે, પાલિકાની  કચેરી પાસેની લારીઓને તેમજ શાક માર્કેટ ચોક, નહેરુ ગેઇટ ચોક સહિતના દબાણોને કયારે દૂર કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે

દર મહિનાના પહેલા શનિવારે દરેક જિલ્લાના તાલુકામાં તાલુકા સંકલન અને ફરિયાદ નિવારણની બેઠક મળતી હોય છે તેવી જ રીતે જિલ્લા સ્વાગતની બેઠક મળે છે અને તેમાં અરજદારો તરફથી જે કોઈ પ્રશ્નો આવ્યા હોય તેનો હકારાત્મક નિકાલ કરવામાં આવતો હોય છે અને સ્થળ ઉપર જ મોટાભાગના પ્રશ્નો ઉકેલવામાં આવતા હોય છે તેવું વારંવાર તંત્ર તરફથી કહેવામાં આવતું હોય છે ત્યારે મોરબી શહેરના લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પત્રકાર હિમાંશુ અનિલભાઈ ભટ્ટ દ્વારા અગાઉ મોરબી તાલુકા સંકલન અને ફરિયાદ નિવારણની સમિતિમાં મોરબી શહેરના મોટાભાગના વિસ્તારોની અંદર થયેલા લારીગલ્લા અને પાથરણાના કાયમી દબાણને દૂર કરવા માટેની અરજી કરવામાં આવી હતી જેમાં હકારાત્મક કામગીરી કરવામાં આવી ન હતી અને દબાનોને દૂર કરવામાં આવ્યા ન હતા જેથી કરીને તાજેતરમાં તમામ દબાણોને દૂર કરવા માટેની પત્રકાર હિમાંશુ અનિલભાઈ ભટ્ટ દ્વારા જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણમાં અરજી કરવામા આવી છે ત્યારે પાલિકાએ હવે આળસ ખખેરીને કામગીરી શરૂ કરેલ છે

હાલમાં જે અરજી કરવામાં આવી છે તેમાં જણાવ્યા મુજબ મોરબી શહેરના નેહરૂગેટ ચોકપરાબજારશાકમાર્કેટમહારાણા પ્રતાપ સર્કલમહેન્દ્રનગર રોડલોહાણાપરાગાંધી ચોકસરદાર રોડનવા બસ સ્ટેશન જેવા મુખ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી લારીગલ્લા અને પાથરણાના કાયમી દબાણ થઈ ગયા છે અને આ દબાણોને દૂર કરવા માટેની પાલિકા કે પોલીસ વિભાગ દ્વારા કોઈ તસ્તી લેવામાં આવતી નથી જેથી કરીને હવે તો દુકાનદારો દ્વારા તેની દુકાનની બહાર બેથી ત્રણ ફૂટ સુધી માલ સમાન મૂકવા લાગ્યા છે જેથી કરીને લારીગલ્લા અને પાથરણા ના દબાણના તેમજ વેપારીઓના માલ સમાનના લીધે રોડ રસ્તા ઉપર ટ્રાફિકગંદકીમારામારી અને ઝઘડા વગેરે જેવા બનાવો બનતા હોય છે માટે તમામ દબાણોને દૂર કરવામાં આવે તેવી અરજી લોકોના હિતાર્થે કરવામાં આવેલ છે

ત્યારે મોરબી પાલિકાના ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્ય અને તેની ટીમે હાલમાં ટ્રાફિકને નડતરરૂપ રોડ ઉપરના દબાણો દૂર કરવાની કામગીરીના શ્રીગણેશ કરેલ છે અને પહેલા દિવસે પાલિકા દ્વારા ગાંધીચોકથી શનાળા બાયપાસ અને ઉમિયા સર્કલથી લઈને એસપી રોડ સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા, પાથરણા સહિતના કાચા અને પાકા દબાનોને દૂર કરવા માટે કાર્યવાહી કરી હતી. જો કે, પાલિકા દ્વારા મોરબીના નહેરુ ગેઇટ ચોક સહિતના મુખ્ય વિસ્તારમાંથી દબાનોને કયામી ધોરણે કયારે દૂર કરવામાં આવશે તે આગામી સમય જ બતાવશે જો કે, હાલમાં પાસેરામાં પૂણી જેટલું કામ કરવામાં આવ્યું છે ત્યારે આગામી દિવસોમા નગરજનોને મોરબીમાં દબાણ મુક્ત રસ્તા મળશે અને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે તેવી આશા છે પરંતુ ખરેખર અધિકારી દ્વારા કોઈ પણ પ્રકારના રાજકીય અવરોધ વગર કેટલા દબાનોને દૂર કરવામાં આવે છે અને કેટલા સમય સુધી કામ ચાલશે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે 






Latest News