રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીની ડીસ્ટ્રીકટ કોર્ટે બોગસ ચલણી નોટના ગુન્હામાં પાંચ આરોપીને છોડી મૂક્યા


SHARE









મોરબીની ડીસ્ટ્રીકટ કોર્ટે બોગસ ચલણી નોટના ગુન્હામાં પાંચ આરોપીને છોડી મૂક્યા

મોરબીમાં બોગસ ચલણી નોટના ગુન્હામાં પાંચ આરોપીઓને પકડવામાં આવ્યા હતા તે કેસ મોરબીની ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતાં આરોપીઓના વકીલોએ કરેલ દલીલ તેમજ કોર્ટના ચુકાદાને ધ્યાને રાખીને મોરબીની ડીસ્ટ્રીકટ કોર્ટ દ્વારા પાંચેય આરોપીને છોડી મૂકવા માટે હુકમ કરવામા આવેલ છે

આ કેસમાં ફરીયાદની વિગત એવી હકીકત હતી કે, આરોપી ગોવિંદ હ૨જી મહેશ્વરી રહે. ભારાપર વાળાએ પોતાના સાંઈ સ્ટુડીયોમાં ૨૦૦૦, ૫૦૦ તથા ૧૦૦ ના દરની ચલણી નોટો સ્કેન તેને પેન ડ્રાઈવમાં નાખી પેન ડ્રાઈવ કોમ્પ્યુટરમાં ચડાવી કલર પ્રીન્ટરથી નોટોની પ્રીન્ટ કાઢી બનાવટી (જાલી) નોટો બનાવી આરોપી હર્ષદ રજનીકાંત દિવાણી અને મયુર હરીપ્રસાદ નિમાવત, જયદિપકુમાર કૌશીકકુમાર જોષી અને ઈમરાન કરીમભાઈ સંઘવાણીને જાલી નોટ હોવાનુ પોતે જાણતા હોવા છતાં આપી હતી અને તે નોટો અલગ અલગ જગ્યાએ વટાવી ખરા તરીકે ઉપયોગ કરી તેમજ પોતાના કબજામાં પણ આવી બનાવટી નોટો રાખીને દેશના અર્થતંત્ર ને નુકશાન કરવાના ઈરાદે બજારમાં મુકી તેમજ પોતાના કબજામાં રાખી એકબીજાને ગુન્હામાં મદદગારી કરેલ હોય પોલીસે તમામ આરોપીઓને પકડી આઈ.પી.સી. કલમ ૪૮૯ (એ), ૪૮૯ (બી), ૪૮૯ (સી), તથા કલમ ૧૧૪ ના ગુન્હાનુ ચાર્જશીટ કર્યું હતું અને મો૨બીના પીન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ પી.સી. જોષીની કોર્ટમાં કેસ ચાલી જતા આ કેસમાં હર્ષદ રજનીકાંત તથા મયુર હરીપ્રસાદ નિમાવતના વકીલ તરીકે મનિષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) તથા કુ. મેનાઝબેન એ. ૫૨મા૨ તથા અન્ય આરોપી વતી  વકીલ જે.એ. ઓઝા, ફેનીલ ઓઝા, ચીરાગ ડી. કારીયા તથા એચ.એન.મહેતા રોકાયેલ હતા જેમાં વકીલોની દલીલોને તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા રજુ કર્યા હતા જેને ધ્યાને રાખીને કોર્ટે આરોપીઓને છોડી મૂકવા આદેશ કરેલ છે




Latest News