રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી શાળામાં વિશ્વસિંહ દિવસ સહિત ત્રિવિધ કાર્યક્રમ યોજાયા


SHARE









મોરબીની માધાપરવાડી શાળામાં વિશ્વસિંહ દિવસ સહિત ત્રિવિધ કાર્યક્રમ યોજાયા

મોરબીની માધાપરવાડી કુમાર અને કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે વિશ્વસિંહ દિવસની ઉજવણી, મેરી મિટી મેરા દેશ તેમજ બાળમેળો એમ ત્રિવિધ કાર્યક્રમ યોજાઈ ગયો હતો ત્યારે સિંહ એ ગુજરાતની આન,બાન અને શાન છે જેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કરીને પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે સિંહ એ જાજરમાન અને હિંમતવાન પ્રાણી છે જેથી માધાપરવાડી શાળાના બાળકોએ સિંહના મહોરા પહેરી સિંહની સ્ટેન્ડી સાથે સમૂહ તસ્વીર લીધી હતી અને ઓનલાઈન કાર્યક્રમ નિહાળી સિંહોના મહત્વ વિશે માહિતી પ્રાપ્ત કરી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી હતી ત્યારબાદ સ્વતંત્રતાના અમૃત મહોત્સવ નિમિત્તે મારી માટી મારો દેશ અંતર્ગત શિલાફલકમ સમર્પણ પંચપ્રાણ પ્રતિજ્ઞા, વસુધા વંદન, વિરો કા વંદન,ધ્વજવંદન અને રાષ્ટ્રગાન વગેરે કાર્યક્રમો કર્યા હતા જેમાં શાળામાં, ગ્રામ પંચાયતના મેદાનમાં ૭૫ વૃક્ષો રોપ્યા હતા, અને બાળાઓએ સાંમૈયા દ્વારા માટીના કળશનું સ્વાગત અભિવાદન કર્યું હતું, ૭૫ દિપ પ્રજ્વવલન કરી ભારતમાનું પૂજન અને દેશનેતાઓ ક્રાંતિવિરોના બલિદાનોને નમન વંદન કર્યા હતા. અને બાલમેળો જેમાં ધો.૬ થી ૮ વિદ્યાર્થીએ લાઇફ સ્કિલ બાળમેળો જેમાં વિદ્યાર્થીઓને પંચર સાંધતા શીખવવું, ફ્યુઝ બાંધતા શીખવવું સરબત બનાવતા શીખવવું વગેરે વ્યવસાયિક પ્રવુતિઓ કરેલ હતી આમ બંને શાળાના ૬૦૦ બાળકોએ ત્રિવિધ કાર્યક્રમોની મોજ માણી હતી. આ સમગ્ર કાર્યક્રમ માટે બંને શાળાના તમામ શિક્ષક ભાઈઓ બહેનોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.




Latest News