મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

ઈસ ધરતી સે તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી: ટંકારા તાલુકા કક્ષાનો મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો


SHARE













ઈસ ધરતી સે તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી: ટંકારા તાલુકા કક્ષાનો મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લાના ટંકારા ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તેમજ જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજાની ઉપસ્થિતિમાં ટંકારા તાલુકા કક્ષાના મારી માટી મારો દેશકાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. હાલ દેશના વીરોને યાદ કરી, તેમને વંદન કરી, માન સન્માન અને શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર દેશમાં મારી માટી મારો દેશકાર્યક્રમ યોજાઇ રહ્યો છે. જ અન્વયે મોરબી જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે

આ કાર્યક્રમ અન્વયે દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, આઝાદી સમયે જે વીરોએ પોતાના લહુનું સિંચન કરીને આપણને આઝાદી અપાવી છે તેવા સ્વાતંત્ર્ય વીરો તેમજ હાલ દેશની રક્ષા કરતા વિવિધ પાંખના વીર જવાનોને યાદ કરવા અને તેમનું સન્માન કરવાના એક ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ મારી માટી મારો દેશકાર્યક્રમની શરૂઆત કરી છે. જેના ભાગરૂપે આજે મહર્ષિ દયાનંદ સરસ્વતીની પાવન ભૂમિ પર તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. આપણે આપણા તાલુકાની માટી એક કળશમાં એકત્ર કરી છે. રાષ્ટ્રીય કક્ષાએ આવા ૭૫૦૦ કળશો એકત્ર થશે અને તે દિલ્હી ખાતે સ્મૃતિ સ્વરૂપે એનાયત કરાશે. વીરોનુ સન્માન કરવાના આ કાર્યક્રમનું સમગ્ર જિલ્લામાં વહીવટી તંત્રએ પણ ખૂબ સારું આયોજન કર્યું છે જે માટે તેમણે જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આપણા આ વીરોને એક દિવસ નહીં પણ કાયમ નમન અને વંદન કરીએ, તેમના પરિવારોને કોઈ તકલીફ ન પડે તે જોવાની ફરજ પણ આપણા સૌની છે. નરેન્દ્રભાઈ મોદી તેમજ હાલની સરકાર આઝાદીમાં બલિદાન આપનાર વીરોને યાદ કરે છે અને તેમનું સન્માન કરે છે જેના ભાગરૂપે આપણે ત્યાં મહર્ષિ દયાનંદ સરસ્વતીને સન્માન આપ્યું છે

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ભાવના સાથે અત્યારે ભારતભરમાં લોકો ગામેગામ શહીદો, નામી-અનામી વીરોને યાદ કરી તેમને વંદન કરી રહ્યા છે. આપણે મોરબી જિલ્લાની ૩૬૨ ગ્રામ પંચાયતોમાં કાર્યક્રમનું આયોજન કરી વીરોનું સન્માન કર્યું છે. દેશની ઉન્નતી માટે લોકો કટિબદ્ધ બને, લોકોની અંદરની રાષ્ટ્રભાવના વધુ મજબૂત બને અને દેશ એક તાંતણે બંધાય તેવા ઉમદા હેતુ સાથે સમગ્ર ભારતમાં મારી માટે મારો દેશકાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સ્વામી દયાનંદ સરસ્વતીના સન્માનમાં આર્ય સમાજના આચાર્ય રામદેવ શાસ્ત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ નિવૃત્ત આર્મીમેન અંબારામભાઈ દેત્રોજાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન કામરીયા, સહકારી અગ્રણી ભવાનભાઈ ભાગિયા, આર્ય સમાજના આચાર્ય રામદેવ શાસ્ત્રી, અરવિંદભાઈ દુબરીયા, નથુભાઈ કડીવાર, કિરીટભાઈ અંદરપા, રૂપસિંહ ઝાલા, મહેશભાઈ લીખીયા, અશોકભાઈ ચાવડા, પ્રભુભાઈ કામરીયા, સહિતના લોકો હાજર રહ્યા હતા








Latest News