મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

હળવદના દિઘડિયા ગામે સગા ભાઈની હત્યા કરનારા એક ભાઈની ધરપકડ: બીજાની શોધખોળ


SHARE





હળવદના દિઘડિયા ગામે સગા ભાઈની હત્યા કરનારા એક ભાઈની ધરપકડ: બીજાની શોધખોળ

હળવદના દિઘડિયા ગામે સીમમાં આવેલ વાડીએ ત્રણ સગા ભાઇઓ રહેતા હતા તેઓની વચ્ચે ખેતીની જમીનમાં સિચાઈ માટેનું પાણી લેવા બાબતે થોડા દિવસો પહેલા બોલાચાલી થઇ હતી ત્યારે ઉશ્કેરાટ અને આવેગમાં આવીને બે ભાઈઓએ એક સંપ કરીને તેના જ સગા ભાઈને છરીના ઘા ઝીકીને તેની હત્યા કરી નાખી હતી જે બનાવમા મૃતકની પત્નીએ તેના જેઠ અને દિયરની સામે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં ભાઇની હત્યા કરનારા હત્યારા એક ભાઇની ધરપકડ કરેલ છે અને બીજાને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં દિઘડીયા ગામની સીમમાં રહેતા મૂળ ચિત્રોડી ગામના રહેવાસી મુકેશભાઈ કુકાભાઈ સારલા (૩૫) તેમના પરિવાર સાથે તા ૨૧ ના રોજ રાતે ઘરે હતા ત્યારે તેના જ બે સગાભાઈ રઘાભાઈ કુકાભાઈ સારલા અને મુન્નાભાઈ કુકાભાઈ સારલાએ ખેતરમાં સિચાઇ માટે પાણી લાવે બાબતે તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારે મુકેશભાઈ ઉપર છરી અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો જેમા મુકેશભાઈની તીક્ષ્ણ હથિયારના ઘા વાગવાથી હત્યા થઇ હતી અને તેની પત્નીએ તેના જેઠ અને દિયરની સામે હત્યાની ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં આરોપી મુન્નાભાઈ કુકાભાઈ સારલાની ધરપકડ કરેલ છે

દિધડીયા ગામે હત્યાની જે ઘટના બનેલી છે તેમાં મૃતકના પત્ની દક્ષાબેનને અને બાર વર્ષના દીકરા હર્ષદને ઈજા થઈ હતી જેથી તે બંનેને ત્યારે સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવેલ હતા અને પોલીસે બાદમાં દક્ષાબેનની ફરીયાદ લીધી હતી જેના આધારે પોલીસે જણાવ્યુ હતુ કે, રઘાભાઈ, મૃતક મુકેશભાઈ અને મુન્નાભાઈ ત્રણ સગાભાઇ છે અને તેઓની વડીલોપાર્જિત ૧૫ વીઘા જમીનમાંથી ત્રણેય ભાઈઓને પાંચ પાંચ વીઘા જમીન ભાગમાં આવેલ છે જો કે, વીજ કનેક્શન એક જ હોવાથી મોટરથી સિંચાઇ માટે પાણી લેવા બાબતે ત્રણેય ભાઇઓની વચ્ચે બોલાચાલી થઈ હતી. અને બાદમાં બે સગાભાઈ રઘાભાઈ કુકાભાઈ સારલા અને મુન્નાભાઈ કુકાભાઈ સારલાએ તીક્ષ્ણ હથિયાર વડે મુકેશભાઇ ઉપર હુમલો કર્યો હતો જેમાં મુકેશભાઇની હત્યા કરેલ હતી હાલમાં એક આરોપીને પકડી લેવામાં આવેલ છે અને બીજાને પકડવા માટે તજવીજ ચાલી રહી છે




Latest News