ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ પદનું રોટેશન જાહેર: માજી પ્રમુખ સહિત બે મહિલા રેસમાં


SHARE













મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખની અઢી વર્ષની ટર્મ આગામી મહિનામાં પુરી થવાની છે તે પહેલા સરકાર દ્વારા રોટેશન જાહેર કરવામાં આવ્યુ છે જેમા મોરબી જિલ્લા પંચાયતની આગામી અઢી વર્ષની મુદત માટે નવા પ્રમુખ માટે એસસી મહિલા અનામત જાહેર કરી છે ત્યારે મોરબી જીલ્લા પંચાયતમાં રાજકોટ જીલ્લા પાંચાયતના માજી પ્રમુખ અને હાલ મોરબી જીલ્લા પંચાયતના ચેરમેન સહિત બે મહિલાઓ પ્રમુખ પદ માટે પ્રબળ દાવેદાર છે.

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરાની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થવાની છે ત્યારે જિલ્લા પંચાયતના આગામી અઢી વર્ષના પ્રમુખ માટેનું રોટેશન જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમા મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખની સીટ એસસી મહિલા અનામત રાખવામાં આવી છે અને જિલ્લા પંચાયતમાં ભાજપનું પૂર્ણ બહુમતી સાથે શાસન છે ત્યારે નવા પ્રમુખ તરીકે ભાજપના બે મહિલા ઉમેદવાર છે. જેમાં રાજકોટ જીલ્લા પાંચાયતના માજી પ્રમુખ અને હાલ મોરબી જીલ્લા પંચાયતના ચેરમેન હંસાબેન જેઠાભાઇ પારઘી અને કમળાબેન અશોકભાઇ ચાવડાનો સમાવેશ થાય છે અને પ્રમુખ પદ માટે તે બંન્ને પ્રબળ દાવેદાર છે.






Latest News