મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પોલીસે જપ્ત કરેલ વાહનોની કરાશે હરાજી: મોરબીમાં વિનામૂલ્યે આયુર્વેદ  નિદાન કેમ્પ યોજાશે


SHARE









મોરબી તાલુકા પોલીસે જપ્ત કરેલ વાહનોની કરાશે હરાજી: મોરબીમાં વિનામૂલ્યે આયુર્વેદ  નિદાન કેમ્પ યોજાશે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ ડીટેઇન કરેલ કુલ ૨૧ વાહનોની સ્ક્રેપ પોલીસી મુજબ જાહેર હરાજી તા.૫/૦૯/૨૦૨૩ ના રોજ ૧૨:૦૦ કલાકે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ખુલ્લા મેદાનમાં રાખવામાં આવેલ છે. આ હરાજીમાં ભાગ લેવા ઇચ્છુક વેપારીઓએ તા. ૦૨/૦૯/૨૦૨૩ સુધીમાં અરજી દીઠ અલગ-અલગ એડવાન્સ ડીપોજીટ પેટે ૨૫,૦૦૦/- નો "OS TO SUPERINTENDNENT OF POLICE ના નામનો રાષ્ટ્રીયકૃત બેંકનો ડીમાન્ડ ડ્રાફટ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, મોરબીની હિસાબી શાખામાં ટપાલ/રૂબરૂથી કચેરી સમય દરમિયાન જમા કરાવવાનો રહેશે. અને હરાજીના વાહનોનું રૂબરૂ નિરીક્ષણ તા.૨/૦૯/૨૦૨૩ સુધી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરી શકાશે.

`વિનામૂલ્યે આયુર્વેદ  નિદાન કેમ્પʼ

નિયામક, આયુષની કચેરી,  ગાંધીનગર તેમજ મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન અન્વયે સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ, મોરબી  દ્વારા તારીખ: ૦૨-૦૯-૨૦૨૩ના રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૧૨:૩૦ દરમિયાન સોમેશ્વર મહાદેવ મંદિર, ગાયત્રી નગર, વાવડી રોડ, મોરબી ખાતે `વિનામૂલ્યે આયુર્વેદ  નિદાન સારવાર કેમ્પʼ નું આયોજન  કરવામાં આવેલ છે. આ કેમ્પમાં ડોક્ટર વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર, (મેડિકલ ઓફિસરઆયુર્વેદ, જનરલ હોસ્પિટલ મોરબી) દ્વારા યોગ્ય સારવાર અને માર્ગદર્શન આપવામાં આવશે. આ સર્વરોગ  આયુર્વેદિક નિદાન સારવાર માટેના કેમ્પમાં ‘ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોઝ’ આ સૂત્ર મુજબ તંદુરસ્ત રહેવા માટેનું માર્ગદર્શન પણ આપવામાં આવશે




Latest News