મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં રેશનિગના દુકાનદારોના પડતર પ્રશ્નો ન ઉકેલતા અનાજ ઉપાડવાનું બંધ


SHARE









મોરબી જીલ્લામાં રેશનિગના દુકાનદારોના પડતર પ્રશ્નો ન ઉકેલતા અનાજ ઉપાડવાનું બંધ

મોરબી જીલ્લામાં આવેલ એફપીએસ એશો. દ્વારા અગાઉ આવેદન પત્ર આપીને પડતર પાર્ષનો ન ઉકેલાય તો ૧ સપ્ટેમ્બરથી રાશન કાર્ડ ધારકોને મળતો જથ્થો નહી ઉપાડે કે ઉતારે તેવી ચીમકી ઉચ્ચારી હતી જો કે પ્રશ્નો ઉકેલાયેલ નથી જેથી આજથી માલ ઉપડવાનું અને ઉતારવાનું બંધ અકરેલ છે

મોરબી જીલ્લા સંગઠનના પ્રમુખ કમલેશભાઈ સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, કમીશન પેટે ૨૦ હજાર તથા એક કિલો ગ્રામ ઘટ આપવી સહિતના મુદા ઉપર રાજ્ય સંગઠનની બેઠકમા સર્વનુમતે નિર્ણય કર્યો હતો કે, પડતર પ્રશ્નો ઉકેલાતા નથી જેથી ૧ સપ્ટેમ્બરથી સસ્તા અનાજની દુકાનો રાશન જથ્થો ઉપાડશે નહીં તો પણ સરકારે હજુ સુધી પ્રશ્નોનું નિરાકરણ કરેલ નથી જેથી કરીને આજથી દુકાનદારોએ માલ ઉપડવાનું અને ઉતારવાનું બંધ કરેલ છે આ મહિનામાં સાતમ આઠમના તહેવારો છે ત્યારે સરકાર  દ્વારા લોકોના હિતને ધ્યાને રાખીને સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે નહીં તો જરૂરીયાતમંદ પરિવારોને હેરાન પરેશાન થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી




Latest News