મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના નેસડા અને વાંકાનેરના સરતાનપર રોડ ઉપર જુદા જુદા બે અકસ્માતમાં બે વ્યક્તિના મોત


SHARE









ટંકારાના નેસડા અને વાંકાનેરના સરતાનપર રોડ ઉપર જુદા જુદા બે અકસ્માતમાં બે વ્યક્તિના મોત

ટંકારા તાલુકાના ઓટાળા ગામ પાસે બાઈક સ્લીપ થતા ઇજા પામેલા વૃદ્ધનું મોત નિપજ્યુ છે જ્યારે વાંકાનેર તાલુકાના સરતાનપર માટેલ રોડ ઉપર આવેલ સંસ્કાર જોન્સન સિરામિક કારખાનામાં ટ્રક દિવાલ સાથે અથડાતા યુવાનને માથાના ભાગે ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું આમ જુદા જુદા બે અકસ્માતમાં બનાવવામાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે ટંકારા તાલુકાના નેસડા ગામે રહેતા નારણભાઈ પોપટભાઈ વાઘેલા (૩૭)એ હાલમાં તેમના મૃતક પિતા પોપટભાઈ પીતાંબરભાઈ વાઘેલા (૬૫) ની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે ટંકારા તાલુકાના ઓટાળા ગામથી આગળ સિમેન્ટના કારખાના પાસેથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે ૨૩ એફ ૫૨૨૭ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેના બાઈકની આડે કૂતરું ઉતાર્યું હતું જેથી કરીને તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને પોપટભાઈ વાઘેલાને માથામાં અને શરીર ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેનું મોત નીપજયુ હતુ જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવવામાં હાલમાં મૃતક ના દીકરાએ નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અકસ્માતમાં બીજા બનાવમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કબીરનગર હનુમાન મંદિરની બાજુમાં રહેતા નાગાભાઈ કારાભાઈ ચૌહાણ (૪૮)એ હાલમાં ટ્રક નંબર જીજે ૧૨ બીએકસ ૪૪૧૭ ના ચાલક તેના દિકરા નરેશભાઇ નાગાભાઈ ચૌહાણ (૨૫) વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે વાંકાનેર તાલુકાના સરતાનપર માટેલ રોડ પર આવેલ સંસ્કાર જોન્સન સિરામિક કારખાનામાં આરોપી ટ્રક લઈને ગયેલ ત્યારે પાર્કિંગની દિવાલમાં ટ્રક અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News