મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી તાલુકાના પી.એમ. પોષણ યોજના કેન્દ્રના સ્ટાફની ભરતી કરાશે


SHARE









મોરબી તાલુકાના પી.એમ. પોષણ યોજના કેન્દ્રના સ્ટાફની ભરતી કરાશે

મોરબી તાલુકાના પી.એમ.પોષણ યોજના કેન્દ્રમાં  ૭ વ્યવસ્થાપક, ૭ રસોયા તથા ૨૨ મદદનીશની સરકારશ્રીએ નિયત કરેલ માસિક ઉચ્ચક માનદ વેતનથી ખંડ સમય માટે તદ્દન હંગામી ધોરણે ભરતી થતી હોય. જે માટે ફરજ બજાવવા ઈચ્છતા ઉમેદવારોએ ૨૫ સપ્ટેમ્બર સુધીમાં મોરબી તાલુકા મામલતદારશ્રીની કચેરી રૂમ નં.૬ મધ્યાહન ભોજન શાખા, મામલતદાર કચેરીએ રૂબરૂ કચેરીના કામકાજના સમયે અરજી પહોંચતી કરવાની રહેશે. જે ઉમેદવારોને ઇન્ટરવ્યું માટે બોલાવવામાં આવ્યા હોય તેને જે-તે તારીખે અભ્યાસ તથા ઉમર અંગેના અસલ આધારો સાથે સ્વખર્ચે રજુ થવાનું રહેશે.

વ્યવસ્થાપક એસ.એસ.સી પાસ હોવા જોઇએ. જો આ કેંદ્રના વિસ્તારમાં એસ. એસ.સી પાસ ન હોય તો ધોરણ-૭ પાસની છુટછાટ આપવામાં આવશે. જ્યારે રસોયા તથા મદદનીશની નિમણુંક માટે કોઈ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી નથી. ઉમેદવારની ઉંમર ૨૦ થી ઓછી અને મહતમ ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ. અરજી ફોર્મ સાથે સ્કુલ લીવીંગ સર્ટી, માર્કશીટ, રહેણાંકનો પુરાવો, આવકનો દાખલો, આધારકાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, ચુંટણીકાર્ડની નકલ જોડવાની રહેશે તથા અરજી ફોર્મમાં ફોટો ચોંટાડીને પોતાનો ફોન નંબર લખવાનો રહેશે.

નવા પી.એમ.પોષણ યોજના કેન્દ્રમાં નિમણુંક માટે સમયમર્યાદામાં મામલતદાર કચેરી-મોરબી ખાતે કચેરીના સમય દરમ્યાન અરજીઓ મોકલી આપવાની રહેશે ત્યારબાદ આવેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહી. તેમજ અરજી કરી ઉમેદવારી નોંધાવી હોય તેવા ઉમેદવારોને ઈન્ટરવ્યું માટેની તારીખની જાણ કચેરી દ્વારા કરવામાં આવશે. જો કોઇપણ ઉમેદવાર ઈન્ટરવ્યુંમાં જાતે હાજર રહેવામાં કસુર કરશે તો તેઓ સંચાલક રસોયા મદદનીશ તરીકે રહેવા માંગતા નથી તેમ માની લઈ જે તે ઉમેદવારની અરજી રદ કરવામાં આવશે. વધુ માહિતી માટે મોરબી તાલુકા મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખામાં સંપર્ક કરવા મોરબી તાલુકા મામલતદારની યાદીમાં જણાવાયું છે




Latest News