મોરબીમાં જુદાજુદા બનાવોમાં ત્રણ બાળકો સારવર માટે દવાખાને ખસેડાયા
SHARE
મોરબીમાં જુદાજુદા બનાવોમાં ત્રણ બાળકો સારવર માટે દવાખાને ખસેડાયા
મોરબીના જુદાજુદા ત્રણ વિસ્તારોમાં બનેલા બનાવમાં ત્રણ બાળકોને સારવારમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે અને આ બાબતે હાલ મોરબી તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.
ઝેરી અસર થતા સારવારમાં
મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ ભરતનગર ગામે વાડી વિસ્તારમાં રહેતા પાચુભાઈ ચૌહાણ નામના ૧૨ વર્ષના બાળકને ખેતરમાં ઝેરી દેવાનો છંટકાવ થયો હોય તેની અસર થતા ઉલ્ટી ઉબકા થવા લાગતા અને ગભરામણ થતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલે લવાયો હતો.જેથી તાલુકા પોલીસ મથકના વી.એસ.ડાંગર દ્વારા તપાસ કરવામાં આવી હતી.
બાળક સારવારમાં
મોરબીના લાલપર ગામે આવેલ હનુમાન મંદિર પાસે રહેતા પરિવારનો કુલદીપસિંહ રવિસિંહ પઢિયાર નામનો પાંચ વર્ષના બાળક વાહન અકસ્માતમાં ઇજા પામતા તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.તાલુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તે બાઈકમાં બેસીને જતો હતો ત્યારે તેઓનું બાઈક ખુંટીયા સાથે અથડાતા કુલદીપસિંહને માથાના ભાગે ઇજાઓ થઈ હોય તેને સારવારમાં ખસેડાયો હતો.હાલ તાલુકા પોલીસ મથકના વી.એસ.ડાંગર આ બાબતે વધુ તપાસ ચલાવી રહ્યા છે.
બાળકી સારવારમાં
મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે શામજીભાઈ દેવરાજભાઈ ડોડીયાની વાડીએ રહીને મજૂરી કામ કરતા અને મૂળ દાહોદના પાનમ કંઝેરા ગામના મજુર પરિવારની દિવ્યાબેન મહેશભાઈ વસુનીયા નામની ચાર વર્ષની બાળાને વાડીમાં રમતી હતી ત્યારે કોઈ અજાણ્યું જનાવર કરડી જતા તેણીને સારવાર માટે આયુષ હોસ્પિટલે લાવવામાં આવી હતી.હોસ્પિટલ ખાતે તેણીની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા આ બાબતે તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર આગળની તપાસ ચલાવી રહ્યા છે.
મહિલા-યુવાન સારવારમાં
મોરબીના માળિયા મીયાણા તાલુકાના મણાબા ગામે વાડી વિસ્તારમાં કોઈ ઝેરી જનાવર કરડી જવાથી માયાભાઈ મનીષભાઈ ડામોર નામના ૩૫ વર્ષના યુવાનને ઝેરી અસર થવાથી તેને સારવાર માટે અત્રેની સિવિલે ખસેડાયો હતો જે અંગે એ ડિવિઝવ પોલીસ મથકે જાણ કરાતા હરેશભાઈ ચાવડા દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબી તાલુકાના મોટી વાવડી ગામે આવેલ ગાંધીનગર વિસ્તારમાં કોઈ ઝેરી જનાવર કરડી જવાથી પ્રવિણાબેન અલ્લારખાભાઈ કોરેજા નામની ૨૨ વર્ષીય મહિલાને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવી હોવાનું તાલુકા પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.
મારામારીમાં ઈજા તથા સારવારમાં
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા હુસેનભાઈ કાસમભાઈ પીંજારા નામના ૩૫ વર્ષના યુવાનને મોરબીના જુના બસ સ્ટેશન પાસે કોઈ બાબતે થયેલ બોલાચાલી બાદ મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.જે અંગે સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ તરફથી પોલીસમાં જાણ કરાતા સીટી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા આ બાબતે પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.