મોરબીમાં ફાયરિંગ કરીને યુવાનની હત્યાની કોશિશના ગુનામાં બે આરોપીના શરતી જામીન મંજુર મોરબીમાં વીજ તંત્રની લાલીયાવાડીથી જીવલેણ અકસ્માતને ખુલ્લુ આમંત્રણ ! મોરબી નવયુગ કોલેજના NSSના વિધાર્થીએ યુવા આપદા મિત્રની તાલીમ લીધી યે આગ કબ બુઝેગી ?: મોરબી નજીક મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 8 દિવસ પણ યથાવત, બળેલો માલ હટાવવા અને કુલિંગનું કામ હજુ પણ ચાલુ મોરબીની રામનગર સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 1.21 લાખની રોકડ સાથે પકડાયા મોરબીમાં જુદા-જુદા વિસ્તારોમાં રેડ કરીને પોલીસે 34 બોટલ દારૂ પકડાયો મોરબીના ચેક રીટર્ન કેશમાં આરોપીનો નિર્દોષ છુટકારો કરતી કોર્ટ મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળીને તળાવમાં ઝંપલાવી આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે વીમા કંપની પાસેથી અકસ્માતનું ગ્રાહકને વળતર અપાવ્યું


SHARE







મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે વીમા કંપની પાસેથી અકસ્માતનું ગ્રાહકને વળતર અપાવ્યું

કોઈ પણ વાહન અકસ્માતમાં વાહન ચાલકને ઇજા થાય તો જ વીમો મળે તેવું નથી તો પણ મોરબીમાં વાહન અકસ્માતમાં કેસમાં વાહન ચાલકને ઇજા નથી થઇ જેથી વળતર ન મળે તેવું કહીને વીમા કંપનીએ હાથ ઊંચા કરી સીધા હતા જો કે, મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે વીમા કંપની સામે કાનૂની લડત કરીને વીમા કંપની પાસેથી ગ્રાહકને ૧.૪૫ લાખનું વળતર અપાવ્યું છે

મોરબી તાલુકાના ખાનપર ગામના રહેવાસી ગીરીરાજસિંહ જાડેજાએ રીલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સ કંપની પાસેથી વાહનની પેકેજ પોલીસી લીધેલ હતી અને તે વાહન મોરબી નજીકના સરતાનપર રોડ ઉપર જતુ હતુ ત્યારે અકસ્માતના બનાવમાં વાહનમાં નુકશાન થયું હતું જેથી કરીને ગ્રાહકે વીમા કંપનીને સમયસર કાગળો આપી દીધા હતા ત્યારે અકસ્માતમાં ડ્રાઇવરને કોઇ ઇજા થયેલ નથી જેથી વીમો મળે નહી તેવી વીમા કંપનીએ જવાબ આપેલ હતો અને વીમો નામંજુર કરેલ હતો જેથી આ ગ્રાહક મોરબી જીલ્લા સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાનો સંપર્ક કરેલ હતો અને મોરબી ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેસ દાખલ કરેલ હતો અને ગ્રાહક અદાલને વીમા કંપનીને કહ્યું હતું કે, અકસ્માત સમયે ડ્રાઇવરને લાગવુ જરૂરી નથી આવા કારણોસર ગ્રાહકેને વીમો આપવાની ના પાડી શકાય નહીં અને વીમા કંપનીની સેવામાં ખામી હોય ગ્રાહકને ૧,૩૫,૮૦૦ અને ૭,૦૦૦ માનસીક ત્રાસના તેમજ ૩૦૦૦ ખર્ચના આમ કુલ મળીને ૧,૪૫,૮૦૦ સાત ટકા વ્યાજ સાથે તા. ૫/૪/૨૦૨૧ થી આપવાનો હુકમ કરેલ છે .






Latest News