મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી  જિલ્લામાં સ્વચ્છતા એજ સેવા અભિયાન હેઠળ ગ્રામિણ વિસ્તારોમાં નદી-નાળાની સાફ-સફાઈ કરાઈ


SHARE









મોરબી  જિલ્લામાં સ્વચ્છતા એજ સેવા અભિયાન હેઠળ ગ્રામિણ વિસ્તારોમાં નદી-નાળાની સાફ-સફાઈ કરાઈ

રાજ્યવ્યાપી સ્વચ્છતા એજ સેવા અભિયાન હેઠળ મોરબી જિલ્લામાં વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. વિવિધ કાર્યક્રમો થકી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં લોકોને જાગૃત કરવાના તેમજ આ અભિયાનમાં જનભાગીદારથી કાર્યક્રમ સફળ બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત હાલમાં જ મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં ‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાનના ભાગરૂપે નદી-નાળાની સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જે હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં નદી-નાળાની સઘન સફાઈ કરવામાં આવી હતી. અને ગુજરાતને સ્વચ્છ અને રળિયામણું બનાવવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ૧૫ ઓક્ટોબરથી બે માસ માટે ‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ આ અભિયાન હેઠળ વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મોરબી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં નદી-નાળાની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી.




Latest News