કાલથી નવરાત્રીમાં ગરબાની રમઝટ: મોરબીમાં પ્રાચીન ગરબીઓની ઠેરઠેર જમાવટ, ચાર સ્થળે અર્વાચિન રસોત્સવનું આયોજન
SHARE
કાલથી નવરાત્રીમાં ગરબાની રમઝટ: મોરબીમાં પ્રાચીન ગરબીઓની ઠેરઠેર જમાવટ, ચાર સ્થળે અર્વાચિન રસોત્સવનું આયોજન
શક્તિ ચોક, માધાપર, મહેન્દ્રપરા, મંગલભુવન, હાઉસિંગ બોર્ડની ગરબી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર: દેશી વાજિંત્રો તબલા, હર્મોન્યમ, દોકડ, મંજીરા, ઢોલ વિગેરેની હોય છે જમાવટ: બહારના ગાયક કલાકારો નહિ પરંતુ સ્થાનિક લોકો જ બોલાવે છે ગરબાની રમઝટ
નવરાત્રી એટલે કે માતાજીની ભક્તીનો તેહવાર છે પરંતુ વર્તમાન સમયમાં અર્વાચિન દાંડિયા રાસનો ક્રેઝ વધી ગયો હોવાથી ભક્તિ કરતા મોજ શોખનો તહેવાર બની ગયો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે તેવા સમયે મોરબીના જુદા જુદા વિસ્તારોમાં આજની તારીખે પણ પ્રાચીન ગરબીઓનો દબદબો જોવા મળી રહ્યો છે અને ગરબે ઘૂમતી બાળાઓને જોવા માટે મોરબીવાસીઓ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકો ઉમટી પડતા હોય છે
આધુનિકતા અને પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણની આંધળી દોટમાં દિવસેને દિવસે શેરી ગરબા, ગરબી વિગેરેનું મહત્વ ઘટતું જાય છે ત્યારે ગરબી અને પ્રાચીન સાંસ્કુતિ જળવાઈ રહે તે માટે ગરબી મંડળોના આયોજકો દ્વારા અને ખાસ કરીને ગરબીમાં રેહતી બાળાઓ દ્વારા ખુબ જ મેહનત કરવામાં આવી રહી છે મોરબીના શક્તિ ચોક ગરબી, માધાપર વિસ્તાર, મહેન્દ્રપરા, ગાયત્રી પરિવાર ગરબી મંડળ, મંગલભુવન ચોક ગરબી, હાઉસિંગ બોર્ડ વિસ્તાર સહિતની જગ્યાએ લોકોને બેઘડી જોવા માટે ઉભા રેહવું જ પડે તેવી ગરબી આયોજકો દ્વારા કરવામાં આવી રહી છે
મોરબીનો ખાટકીવાસ વિસ્તાર કે જેની આસપાસમાં મુસ્લિમ લોકોની વસ્તી વધુ છે તે એરિયામાં મોરબીની નંબર વન કહી શકાય તેવી “શક્તિ ચોકની ગરબી” ક્રિપાલસિંહ ઝાલા તેમજ તેની ટીમ દ્વારા યોજવામાં આવે છે આ ગરબીનું છેલ્લા ઘણા વર્ષથી આયોજન કરવામાં આવે છે જેમાં ન માત્ર હિંદુ પરંતુ મુસ્લિમ બાળાઓ પણ માતાજીના ગરબા પર અવનવા રાસ રજુ કરતી હોય છે જેથી આ ગરબી કોમી એકતાના પ્રતીકની સાથોસાથ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે
જયારે મોરબીના માધાપર વિસ્તાર માં છેલ્લા ૧૪૧ વર્ષથી માધાપર ગરબી મંડળના આયોજકો દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે જેમાં કોઈ પણ પ્રકારની જકામજોડ વગર આજની તારીખે દેશી વાજિંત્રો તબલા, હર્મોન્યમ, દોકડ, મંજીરા, ઢોલ વિગેરેનો ઉપયોગ કરીને ગરબીની જમાવટ કરવામાં આવે છે આ ઉપરાંત આ ગરબીની બીજીએ પણ વિશેષતા છે કે ગરબા ગાવા માટે બહારથી કોઈ ગાયકને બોલાવવામાં આવતા નથી આ વિસ્તારમાં જ રેહતા લોકો વાજિંત્ર વગાડે છે અને માતાજીના ગરબા ગાતા હોય છે તેવી જ રીતે શહેરના નવલખી રોડ પર આવેલ ધકાવાડી મેલડી માતાજીના મંદિર પાસે પણ પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે જયા બાળાઓ દ્વારા અવનવા રસની રામજટ બોલાવવામાં આવે છે
આમ મોરબીમાં અર્વાચીન દાંડિયા રાસના આયોજનો છેલ્લા વર્ષોથી થાય છે પરંતુ આજની તારીખ શહેરના જુદાજુદા વિસ્તારોમાં યોજાતી પ્રાચીન ગરબીઓએ તેનું મહાત્મય અને મહત્વ જાળવી રાખ્યું છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ખાસ કરીને પ્રાચીન ગરબીમાં જયારે બાળાઓ દ્વારા રાસ રજુ કરવામાં આવતા હોય છે તે જોયને હાજર રહેલા લોકો બોલી ઉઠતા હોય છે કે આને કેહવાય માતાજીની સાચી ભક્તિ અને સાચી આરાધના બાકી તો નવરાત્રીમાં લખલૂટ ખર્ચા લોકો દ્વારા કરવામાં આવે છે જે માતાજીની ભક્તિ નહિ પરંતુ મનોરંજન છે તેવું કહ્યે તો તેમાં કોઈ અતિશયોક્તિ નથી
મોરબીમાં ચાર સ્થળે અર્વાચીન રસોત્સવના આયોજન
ગુજરાત અને ગરબા એ બન્ને એક સિક્કાની બે બાજુ છે તેમ કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી કેમ કે, નવરાત્રી નજીક આવે એટલે ગરબા યાદ આવે અને ગરબા યાદ આવે એટલે અચૂક ગુજરાત પણ યાદ આવે જ છે કાલથી નવરાત્રી શરૂ થવાની છે ત્યારે જુદાજુદા ખાનગી પાર્ટી પ્લોટમાં અર્વાચીન રસોત્સવના આયોજનો કરવામાં આવ્યા છે જેમાં લીલાપર કેનાલ રોડે ઉમિયા નવરાત્રિ મહોત્સવ, એસપી રોડે ન્યુ પાટીદાર નવરાત્રિ, રવાપર ઘુનડા રોડે સંકલ્પ નવરાત્રિ અને રવાપરમાં પાટીદાર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે
આરાધનાના નામે આવક રળતા આયોજકો માટે “માઁ ગરબી મંડળ” બોદ્ધ સમાન
મોરબીના શહેરના સામાકાંઠે વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપના આગેવાન જયરાજસિંહ જાડેજા તેમજ તેના મોટાભાઈ મહાવીરસિંહ જાડેજા અને અજયસિંહ જાડેજા તથા તેની ટીમ સાથે માઁ ગરબીનું આયોજન કરવામાં આવે છે જેમા ફ્રી સ્ટાઈલ ગરબા લેવામાં આવતા હોય છે અને આજની તારીખે અર્વાચીન રાસોત્સવમાં રૂપિયા ખર્ચીને જવાના બદલે મોરબીના દરેક વિસ્તારમાંથી લોકો અહી ગરબા રમવા માટે આવે છે અને ફ્રિ સ્ટાઇલ ડાંડીયા રાસ તેમજ પ્રાચીન ગરબાની રમઝટ બોલાવતા હોય છે આટલું જ નહિ આ ગરબીમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો સહિતના લોકો અચૂક હાજર રહે છે