મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીમાં મોરબીની ઉમિયા નવરાત્રીમાં હજારો લોકો ગરબે ઘૂમયા


SHARE









શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીમાં મોરબીની ઉમિયા નવરાત્રીમાં હજારો લોકો ગરબે ઘૂમયા

ગુજરાતમાં નવરાત્રીનો ગઇકાલે છેલ્લો દિવસ હતો જો કે, ગુજરાતી લોકો તો ગરબે ઘૂમતા જ હોય છે જો કે, સિરામિક સીટી તરીકે વિશ્વભરમાં જાણીતા ગુજરાતના શહેર મોરબીમાં વિદેશથી આવતા વેપારીઓ, ટેક્નિશિયનો સહિતના લોકો શક્તિની આરાધનાના પર્વ એટલે કે નવરાત્રી દરમ્યાન ગરબે ઘૂમતા જોવા મળે છે આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ આ વાત સો ટકા સાચી છે હાલમાં શેરી ગલ્લીઓથી લઈને અર્વાચીન રાસોત્સવમાં ખેલૈયાઓ ગરબાની ધૂમ મચાવે તે સમજી શકાય તેવી વાત છે જો કે, મોરબીમાં પાટીદાર સમાજના લોકો માટે છેલ્લા ઘણા વર્ષોથી ઉમિયા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં મોરબીના સિરામિક ઉદ્યોગપતિ તેના પરિવારજનો સાથે આવતા હોય છે અને નવરાત્રી ઇન્જોય કરે છે જો કે, ગરબા કોઈપણ જગ્યાએ ચાલતા હોય એટલે ત્યાં ઉભેલ વ્યક્તિને રાસગરબાના એક પણ સ્ટેપ ન આવડતા હોય તો પણ તે ગરબે ઘુમીયા વગર રહી જ શકતા નથી તે હક્કિત છે મોરબીના સિરામિક ઉદ્યોગમાં મશીનરીના ટેક્નિશિયન, વેપારીઓ સહિતના ઘણા લોકો વિદેશથી આવે છે અને તે ઉમિયા નવરાત્રીમાં આવતા હોય છે અને ત્યાં આવીને અહીના લોકોની સાથે ગરબે ઘૂમતા હોય છે અત્રે ઉલેખનીય છે કે, નવરાત્રી દરમ્યાન ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા ગરબા રમવા માટે સુંદર આયોજન કરવામાં આવે છે જેથી કરીને છેલ્લા નવ દિવસમાં ઉમિયા નવરાત્રી મહોત્સવમાં હજારોની સંખ્યામાં લોકો તેના પરિવારજનોની સાથે ગરબે રમવા માટે આવ્યા હતા અને નવરાત્રીના માતાજીની આરાધના સાથે ગરબે ઘુમવાની મજા પણ માણી હતી




Latest News