મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ ધામ ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજન કરાયુ


SHARE









મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ ધામ ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજન કરાયુ

 વિજ્યાદસમી નિમિત્તે મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પુજન કરવામાં આવ્યું હતું. ત્યારે ઈન્ડિયા તિબેટ સમન્વય સંઘના રાષ્ટ્રીય મંત્રી યજ્ઞાબેન જોષીએ પ્રાસંગિક ઉદબોધનમાં રાષ્ટ્રની વિવિધ સમસ્યામાં આપણી ભૂમિકાની છણાવટ કરી હતી. તો સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદીએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું આ તકે પરશુરામ ધામના પ્રમુખ ભૂપતભાઈ પંડ્યા, વિશ્વ હિંદુ પરિષદના રમેશભાઈ પંડ્યા, બ્રહ્મ અગ્રણી બી.કે. લહેરુ, એડવોકેટ જગદીશ ઓઝા, કિશનભાઈ ઉપાધ્યાય, ડો. રાજુભાઈ ભટ્ટ, મુકેશભાઈ જાની, ચિંતનભાઈ ભટ્ટ, નિરજભાઈ ભટ્ટ, ડો. આશિષભાઈ ત્રિવેદી, ડો રવીન્દ્રભાઇ ભટ્ટ, ડો. ઉત્સવભાઈ દવે, કિશોરભાઈ પંડ્યા, સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળના પ્રમુખ ચેતનાબેન જોષી, ગીતાબેન ત્રિવેદી, જયશ્રીબેન જોષી, ક્રિષ્નાબેન, પ્રજ્ઞાબેન ઓઝા, દક્ષાબેન જોષી સહિતના બહેનો પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન અમુલભાઈ જોષીએ કર્યુ હતું અને આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ રવીન્દ્રભાઇ ત્રિવેદી, અધ્યક્ષ પ્રશાંતભાઈ મહેતા, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા, અમુલભાઈ જોષી, કમલભાઈ દવે, મિલેશભાઈ જોષી તથા સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.




Latest News