મોરબીમાં સ્પાની આડમાં કુટણખાનું ચલાવવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
મોરબીના શનાળા ગામે ઝાલા પરિવારના ધાર્મિક કાર્યક્રમમાં પગપાળા ચાલીને આવી રહેલ યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા મોત
SHARE
મોરબીના શનાળા ગામે ઝાલા પરિવારના ધાર્મિક કાર્યક્રમમાં પગપાળા ચાલીને આવી રહેલ યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા મોત
ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે રહેતો યુવાન તેઓના પરિવારજનો સાથે મેઘપર ઝાલા ગામેથી મોરબીના સનાળા ગામે શક્તિ માતાજીના મંદિરે આજે શરદ પૂનમના દિવસે હવન અને ઝાલા પરિવારના સંમેલનમાં આવી રહ્યો હતો ત્યારે પગપાળા ચાલીને આવી રહેલા યુવાનને મોરબીના રાજપર રોડ ઉપર ટ્રકના ચાલકે હડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી નજીકના સનાળા ગામે દર વર્ષે સરદ પુનમના દિવસે શક્તિ માતાજીના મંદિરે હવન રાખવામાં આવે છે તેમાં મોરબી અને ટંકારા તાલુકામાં રહેતા ઝાલા પરિવારના દરેક લોકો હાજર રહેતા હોય છે અને તેની સાથે ધર્મ સભા અને સંમેલન પણ રાખવામાં આવતું હોય છે તેવી જ રીતે આજે શરદ પૂનમના દિવસે શક્તિ માતાજીના મંદિરે હવન અને સંમેલન સહિતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે રહેતા હરદેવસિંહ દિલુભ ઝાલા (૪૨) નામનો યુવાન પગપાળા ચાલીને આવી રહ્યો હતો દરમિયાન મોરબીના રાજપર રોડ ઉપર ટ્રક ચાલકે તેને લેતા હરદેવસિંહ ઝાલાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
વધુમાં મેઘપર ઝાલા ગામના રહેવાસી પાસેથી જાણવા મળતી પ્રમાણે હરદેવસિંહ ઝાલા તથા તેમના પરિવારજનો સહિત કુલ મળીને ૧૫ થી ૨૦ જેટલા લોકો આજે શરદ પૂનમના દિવસે શક્તિ માતાજીના મંદિરે હવન હોવાથી દર્શન માટે અને કાર્યક્રમમાં હાજરી આપવા માટે પગપાળા ચાલીને આવી રહ્યા હતા ત્યારે અન્ય લોકો આગળ ચાલતા નીકળી ગયા હતા અને હરદેવસિંહ ઝાલા પાછળ ચાલીને આવી રહ્યા હતા ત્યારે તેને ટ્રક ચાલકે હડફેટે લેતા આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો જેની એ ડિવિઝન પોલીસને નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
યુવાન સારવારમાં
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ભગવતીપરામાં રહેતો હિરેન પ્રવીણભાઈ નાગર (૩૬) નામનો યુવાન ઘરે હતો ત્યારે કોઈ કારણોસર તે બેભાન થઈ ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે
અકસ્માતમાં ઇજા
મોરબીમાં આવેલ માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતો અમિત જેઠાભાઈ સોલંકી (૨૭) નામનો યુવાન મોરબી ઘૂટું રોડે સિમ્પોલો સિરામિક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે વાહન અકસ્માતના બનાવમાં ઇજા પામેલ યુવાનને ૧૦૮ મારફતે તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈ આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે આ બનાવની આગળની વધુ તપાસ જશપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે