મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબી ઝૂલતા પુલ ઘટનાના આરોપીને સજા-દિવંગતોને મોક્ષ મળે તેવી સહુએ કથાના છેલ્લા દિવસે ભગવાનને કરી પ્રાર્થના


SHARE









મોરબી ઝૂલતા પુલ ઘટનાના આરોપીને સજા-દિવંગતોને મોક્ષ મળે તેવી સહુએ કથાના છેલ્લા દિવસે ભગવાનને કરી પ્રાર્થના

મોરબીમાં એક વર્ષ પહેલા ઝૂલતો પુલ તૂટતાં ૧૩૫ લોકોના મોત નીપજયાં હતા આ દિવંગત આત્માઓના મોક્ષાર્થે મોરબીના સમાજ સેવકો દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું જે કથાની આજે પૂર્ણાહુતિ સમયે દિવંગત આત્માઓના મોક્ષર્થે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરિવારજન ગુમાવનારા લોકો પણ હાજર રહ્યા હતા અને ત્યારે પણ તેઓએ આરોપીને આકરી સજા કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી

મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગત આત્માઓના મોક્ષાર્થે ઝૂલતા પૂલ પાસે જ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કથાનું આયોજન મોરબીના સમાજ સેવક જગદીશભાઈ બાંભણીયા, રાજુભાઈ દવે અને અજયભાઇ વાઘાણી દ્વારા કરવામાં આવ્યું હતું અને કોઇની પાસે હાથ લાંબો કર્યા વગર કથા યોજવામાં આવી હતી તા ૨૪ થી શરૂ કરવામાં આવેલ આ કથાનો આજે છેલ્લો દિવસ હતો ત્યારે કથા મંડપમાં દિવંગત આત્માઓના પરિવારજનો સહિતના લોકોની હાજરીમાં શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીદેવી માતાજી તેમજ કથાકાર રત્નેશ્વરીદેવી સહિતના લોકો જોડાયા હતા અને દિવંગત આત્માઓના મોક્ષર્થે યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી 

મોરબીની આન, બાન અને શાન સમાન કહી શકાય તેવો ઐતિહાસિક ઝુલતો પુલ કે જેની માલિકી મોરબી નગરપાલિકાની હતી અને તેનું સંચાલન ઓરેવા ગ્રુપને સ્ટેમ્પ ઉપર લખાણ કરીને આપી દીધું હતું અને ત્યારબાદ પુલના રીપેરીંગ કામ માટે આ પુલને છ મહિના સુધી ઓરેવા ગ્રુપે બંધ કર્યો હતો ત્યાર પછી ગત વર્ષે નવા વર્ષના પહેલા દિવસથી ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલ અને તેના પરિવાજનોની હાજરીમાં આ પુલને લોકોને હરવા ફરવા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જે પુલ ધડાકાભર તૂટી પડ્યો હતો. જેથી કુલ મળીને ૧૩૫ લોકોના મોત થયેલ છે જેમાં ૫૦ જેટલા માસૂમ બાળકોનો સમાવેશ થાય છે આ તમામને મોક્ષ મળે અને આરોપીને આકરી સજા મળે તેના માટે કથામાં આવેલા લોકોએ ભગવાનને પ્રાર્થના કરી હતી




Latest News