મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારામાં એક જ આરોપીને બે અલગ અલગ ચેક રિટર્ન કેશમાં એક વર્ષની સજા ફટકારતી કોર્ટ


SHARE







ટંકારામાં એક જ આરોપીને બે અલગ અલગ ચેક રિટર્ન કેશમાં એક વર્ષની સજા ફટકારતી કોર્ટ

ટંકારામાં એક જ આરોપીને બે અલગ અલગ ચેક રિટર્ન કેશમાં એક વર્ષની સજા ફટકારતી કોર્ટ.હાથ ઉછીના પૈસા લઈ પરત ન કરનાર શખ્સને સજા ફટકારતી ટંકારા કોર્ટ.ટંકારા શહેર માં આરોપી ને કસુરવાન ઠેરવી ને ચેક પેટેના રૂા.૫ લાખ ચુકવવા તેમજ ૧ વર્ષની સાદી કેદ ની સજા ફટકારી છે.ટંકારામાં દેવદાનભાઈ રવાભાઈ ડાંગર તથા રાજેશભાઈ મોમૈયાભાઈ સવસેટાએ અલગ અલગ પાંચ પાંચ લાખના ચેકની વર્ષ-૨૦૨૨ માં ફરિયાદ દાખલ કરેલ હતી.

ટંકારાના રહેવાસી અમિતભાઇ ધનજીભાઈ અઘેરાએ ફરિયાદી પાસેથી પૈસાની જરૂરીયાત હોય હાથ ઉછીના પૈસા લીધેલ હતા.આ રકમ પરત આપવા માટે ચેક આપેલ હતો જે વણ ચૂકવ્યે પરત થતાં દેવદાનભાઈ રવાભાઈ ડાંગર તથા રાજેશભાઈ મોમૈયાભાઈ સવસેટાએ ધિ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ અન્વયે ટંકારાના જયુડિ.મે.જી.ફ.ક સાહેબની કોર્ટમાં વકીલ અમિત પી. જાની, રાહુલ ડી.ડાંગર, કેતન બી.ચૌહાણ તથા જ્યોતિ પી. દુબરીયા મારફતે વર્ષ-૨૦૨૨ માં ફરિયાદ દાખલ કરેલ હોઈ, જે કેસ ચાલી જતાં ટંકારાના મહે. જયુડિ.મેજી.ફ.ક. એસ.જી.શેખએ આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ ૫ લાખ ૬૦ દિવસમાં ચૂકવવા તેમજ કસુર થયેથી વધુ ૩ મહિનાની સાદી કેદનો હુકમ ફરમાવામાં આવેલ છે.જે કેસમાં ફરિયાદી તરફેથી મોરબી-ટંકારાના જાણીતા વકીલ અમિત પી.જાની, રાહુલ ડી.ડાંગર, કેતન બી.ચૌહાણ તથા જ્યોતિ પી.દુબરીયા રોકાયેલ હતા






Latest News