ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ
Breaking news
Morbi Today

વાંકાનેરના અમિત કોટેચા હત્યા કેસમાં સ્પેશ્યલ પી.પી. તરીકે ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા


SHARE











વાંકાનેરના અમિત કોટેચા હત્યા કેસમાં સ્પેશ્યલ પી.પી. તરીકે ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા,ગુજરાત સરકાર દ્વારા ખાસ નિમણુંક અપાઈ

વાંકાનેરમાં તા.11/9/2023ના રોજ મોડી રાત્રે 1 વાગ્યે અમરનાથ સોસાયટીના નાકે લેથવાળાની દુકાન પાસેથી અમિત ઉર્ફે લાલો અશ્ર્વિનભાઈ કોટેચા લોહીથી લથબથ હાલતમાં મળી આવેલ. તેને સારવારમાં ખસેડતા મૃત જાહેર કરાયો હતો. તપાસમાં તેના ગુપ્ત ભાગે છરી ઝીંકી હત્યા કરાયાનુ ખુલ્યુ હતુ. મૃતકના ભાઈ હિમાંશુ ઉર્ફે કાનાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી ઈમરાન ફારૂકભાઈ છબીબી, ઈનાયત ઉર્ફે ઈનીયો અયુબ પીપરવાળીયા અને સરફરાઝ હુશેન મકવાણા સામે ફરીયાદ આપતા પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી હતી. આ કેસમાં મૃતકના ભાઈ ફરીયાદી હિમાંશુ ઉર્ફે કાના કોટેચા દ્વારા સરકારમાં અરજી કરી આ કેસમાં ખાસ સરકારી વકીલ એટલે કે સ્પે. પી.પી.ની નિમણુંક કરવા માંગ કરાઈ હતી. જેના અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયાની આ કેસમાં મૃતક અને તેના પરિવારને ન્યાય અપાવવા સ્પે. પી.પી. તરીકે નિમણુંક કરાઈ હતી.




Latest News