ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં બોઈલર બ્લાસ્ટ થતાં બે વ્યક્તિના મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં


SHARE











મોરબી નજીક કારખાનામાં બોઈલર બ્લાસ્ટ થતાં બે વ્યક્તિના મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં

મોરબી નજીકના બગથળા ગામ પાસે આવેલ ઈવા સિન્થેટિક નામના કારખાનામાં બોઇલર બ્લાસ્ટ થવાની ઘટના બની હતી અને ત્યારે ત્યાં ઘટના સ્થળે હાજર રહેલ કારખાનાના મેનેજર, ટેક્નિશિયન અને સૂપર વાઇઝર સહિત કુલ ત્રણ વ્યક્તિઓ ત્યાં ફસાયા હોવાની માહિતી સામે આવી હતી જેથી આ અંગે તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી અને ફાયરની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને ત્યારે એક વ્યક્તિને ઇજા પામેલ હાલતમાં બહાર કાઢીને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને બે વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવેલ છે

મોરબીની આસપાસના વિસ્તારમાં ઔદ્યોગિક એકમો આવેલો હોવા છતાં પણ અધ્યતન ફાયરની સુવિધા આજની તારીખે પણ મોરબીમાં નથી તે હકીકત છે અને અવારનવાર અકસ્માતની ઘટના બની ત્યારે કારખાનેદારોને નુકસાની સહન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી તેવી જ રીતે આજે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં મોરબી નજીકના બગથળા ગામ પાસે આવેલ ઇવા સિન્થેટિક નામના કારખાનાના બોઇલર વિભાગની અંદર બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ થવાની સાથે જ ત્યાં હાજર રહેલા ત્રણ વ્યક્તિઓ ત્યાં ફસાયા હતા અને કારખાનામાં આગ લાગી હતી જેથી કરીને આ અંગેની તાત્કાલિક મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી કરીને ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડાવવામાં આવી હતી અને ત્રણ ફાયર ફાઈટરને ઘટના મોકલીને આગ ઉપર કાબુ મેળવવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા

વધુમાં પાલિકાના ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, ફાયરની ટીમે ઘટના પહોંચીને ત્યાંથી ઇજા પામેલ કારખાનાના સુપરવાઇઝર નીતિનભાઈ અમૃતભાઈ ધામેચા જાતે દરજી (૫૦) રહે. માધવ દર્શન એપાર્ટમેન્ટ રવાપર રેસીડેન્સી મોરબી વાળાને સારવારમાં ખસેડયા હતા અને કારખાનામાં મેનેજર તરીકે ફરજ બજાવતા અને મોરબીના આલાપ રોડ ઉપર આવેલ પટેલ નગરમાં રહેતા વિપુલભાઈ ઠાકરશીભાઈ ધોરી (૪૦) તેમજ ઉપલેટા તાલુકાનાં કોલકી ગામના રહેવાસી હિતેશભાઇ મનસુખભાઇ ડેડકીયા (૩૭) નામના બે યુવાનોના મૃતદેહ ઘટનાની બહાર કાઢવામાં આવ્યા છે અને ફાયર વિભાગની ટીમ દ્વારા આગ ઉપર કાબૂમાં મેળવવા ફાયર ફાઈટિંગ કરવામાં આવી રહી છે જોકે કારખાનામાં બોઇલર વિભાગમાં બ્લાસ્ટ થયો હતો તેના કારણે કારખાનાનો પાછળના ભાગનો શેડ આખો તૂટીને ધરાશાઈ થઈ ગયો હતો અને આ ઘટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસની ટીમ પણ ત્યાં ઘટના સ્થળે દોડી આવી હતી




Latest News