મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

દ્વારકામાં યોજાનાર આહીરાણી મહારાસની ભોજાબાપા મકવાણા-રામબાઈ માતાજી મંદિરે આમંત્રણ પત્રિકા અપાઈ


SHARE











દ્વારકામાં યોજાનાર આહીરાણી મહારાસની ભોજાબાપા મકવાણા-રામબાઈ માતાજી મંદિરે આમંત્રણ પત્રિકા અપાઈ

આગામી તા. ૨૩ અનર ૨૪ ડીસેમ્બરના  રોજ દ્વારકા ખાતે આહીરાણી મહારાસ યોજાનાર છે ત્યારે મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે ભોજાબાપા મકવાણાના મંદિરે મહારાસની આમંત્રણ પત્રીકા  આપવા માટે મહારાસના અધ્યક્ષ કલ્પનાબેન જરું, ડૉ.હર્ષાબેન મોર, નીતાબેન હુંબલ, ભારતીબેન વારોતરિયા તેમજ દરેક ગામમાંથી બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યાં હતા. આ તકે મોટા દહીસરા મુકામે  મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળના ઉપપ્રમુખ રમેશભાઈ હુંબલ અને આહીર સમાજ મોટા દહીસરાના ભાઈઓ અને બહેનો દ્વારા આવેલ મહેમાનોનુ ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતું આ તકે મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળના  સભ્યો અજયભાઈ ડાંગર,  રાજેશભાઈ મંઢ, વિજયભાઈ કાનગડ, વિજયભાઈ હુંબલ, પ્રદિપભાઈ કુવાડીયા, રમેશભાઈ છૈયા તેમજ વિનોદભાઈ મકવાણા વિશેષ હાજર રહ્યા હતા તેમજ વવાણીયા ગામે માતૃશ્રી રામબાઈ માતાજી ના ચરણોમા પણ આમંત્રણ પત્રીકા મૂકીને આમંત્રણ આપવામા આવ્યુ હતું ત્યારે રામબાઈ મા મંદિરધામ ટ્રસ્ટ દ્રારા પણ  ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું હતું અને ત્યારે રામબાઈ મંદિર ટ્રસ્ટના પ્રમુખ જશુભાઈ રાઠોડ દ્વારા મહારાસના અધ્યક્ષ કલ્પનાબેન જરુનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ રામબાઈ મંદિર ટ્રસ્ટના પ્રમુખ જશુભાઈ દ્વારા ૧૧ હજારનું યોગદાન આપવામાં આવ્યું છે અને મહંત પ્રભુદાસ બાપુએ આશીર્વચન પાઠવ્યા હતા.




Latest News