મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના શિક્ષિકા જીવતીબેન પીપલીયાના પુસ્તક દેશથી પરદેશનું વિમોચન કરાયું 


SHARE







ટંકારાના શિક્ષિકા જીવતીબેન પીપલીયાના પુસ્તક દેશથી પરદેશનું વિમોચન કરાયું 

બાળ સાહિત્ય ક્ષેત્રે કંઈક નવું કરવાની નેમ ધરાવતાં મોરબી જિલ્લાના-ટંકારા તાલુકાના - લખધીરગઢ પ્રા. શાળાનાં શિક્ષિકા જીવતીબહેન પીપલીયાનું ચોથું પુસ્તક (દેશથી પરદેશ સુધી' નું વિમોચન જગત જનની મા ઉમિયાના આશિષ સાથે ઉંઝા ખાતે કરવામાં આવ્યું હતું

લખધીરગઢ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પીપલીયા જીવતીબહેન દ્વારા સંપાદિત ચોથા પુસ્તક 'દેશથી પરદેશ સુધી' નું ઉંઝા તીર્થક્ષેત્રમાં  વિમોચન કરવામાં આવ્યું હતુ  જગતથી જુદું વિચારતાં  જીવતીબહેનનો પ્રથમ બાળગીત સંગ્રહ 'પરીબાઈની પાંખે', દ્વિતીય બાળવાર્તા સંગ્રહ 'હાથીદાદાની જય હો', તૃતીય પુસ્તક 'નટખટ' (શ્રીકૃષ્ણ જીવન ચરિત્ર) પ્રકાશિત થઈ ચૂક્યા છે. એવાં જીવતીબહેને G 20 અંતર્ગત ભારત દેશની યજમાનીમાં થયેલા વિવિધ કાર્યક્રમોથી પ્રેરણા લઈને "આખી પૃથ્વી એક પરિવાર" અર્થાત્ વસુધૈવ કુટુમ્બકમની શુભ ભાવનાઓને ઝીલતાં દેશ પરદેશમાં વસતા કવિ મિત્રોના ૧૦૧ કાવ્યોનું સંકલન કરી, 'દેશથી પરદેશ સુધી' કાવ્ય સંગ્રહનું સંપાદન કર્યું. 'અનેક એવોર્ડ વિજેતા નિવૃત્ત બેંક ઓફિસર માણેકલાલ પટેલ તેમજ નિવૃત્ત અધિકારી અને શબદ સાહિત્ય પરિવારના એડમિન શ્રી નિરંજન શાહ 'નીર', ત્રિલોકભાઈ કંડોલિયા તેમજ શબ્દ વાવેતર પરિવાર પૂરી ટીમના વરદ હસ્તે 'દેશથી પરદેશ સુધી' કાવ્ય સંગ્રહને વિમોચિત કરવામાં આવ્યો. આ સ્નેહમિલનમાં ૧૦૦ જેટલાં કવિઓએ પોતાની કવિતાનું પઠન કર્યું હતું. તેમજ અન્ય સર્જકોના બીજા ૨૪ પુસ્તકોનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.






Latest News