વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્યો, મંડલ પ્રભારી અને ઝોન પ્રભારીની વરણી કરાઇ


SHARE







મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્યો, મંડલ પ્રભારી અને ઝોન પ્રભારીની વરણી કરાઇ

મોરબી જીલ્લા ભાજપના સંગઠન પ્રભારી ડો. હિતેશભાઈ ચૌધરી, જીલ્લા ભાજપ અધ્યક્ષ રણછોડભાઈ દલવાડી, જીલ્લા મહામંત્રી કે.એસ. અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા અને જેઠાભાઈ મિયાત્રા સાથે પરામર્શ કરીને મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્યોની નિમણુંક કરવામાં આવેલ છે.

હાલમાં મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્યોમાં રાજુભાઈ કરશનભાઈ મેર, અશોકભાઈ શામજીભાઈ પ્રજાપતિ, મનસુખભાઈ હરજીભાઈ કંઝારીયા, સામજીભાઈ છગનભાઈ વરાણીયા, જીગ્નેશભાઈ કાંતિભાઈ નગવાડીયા, મગનભાઈ રામૈયાભાઈ ડાંગર, દેવભાઈ કાનજીબાઈ રબારી, ભીમજીભાઈ અમરશીભાઈ અગેચણીયા, ભરતભાઈ મગનભાઈ વીંજવાડીયા, જીગ્નેશભાઈ દિનેશભાઈ પરમાર, કેવલભાઈ ગૌરીશભાઈ ગઢવી, ભરતભાઈ ગાંડુભાઈ ગોગરા, મોતીભાઈ કાનાભાઈ ભરવાડ, ધર્મેન્દ્રભાઈ ખીમજીભાઈ ડાભી, વિપુલભાઈ જમનાદાસભાઈ કંદોઈ, મહેશભાઈ આવદાનભાઈ જીલરીયા અને રાજેશભાઈ કાનજીભાઈ ડાભીને લેવામાં આવેલ છે તે ઉપરાંત વિશેષ આમંત્રિત સભ્યોમાં ગુલાબગીરી ઘેલુગીરી ગૌસ્વામી, હિતેશભાઈ ખોડીદાસભાઈ ભાવસાર, ભરતભાઈ રાયધનભાઈ ખાંભરા, ધનાભાઈ સવજીભાઈ કેરવાડીયા, રણજીતભાઈ મહેશભાઈ ગઢવી, જનકભાઈ શંકરભાઈ પ્રજાપતિ, મહેશભાઈ રાજાભાઈ ગરચર, મશરૂભાઈ મોમભાઈ સરૈયા, ભાવેશભાઈ સવાભાઈ ખીમાણીયા, વસંતલાલ દેવશંકરભાઈ વ્યાસ, ઉપેન્દ્રભાઈ મોહનભાઈ પ્રજાપતિ, ભાવેશભાઈ માવજીભાઈ મેજડીયા, જયસુખભાઈ પ્રભુદાસભાઈ નિમાવત, ભાવેશભાઈ વિજયભાઈ ડાંગરની વરણી કરવામાં આવેલ છે

તો બક્ષીપંચ મોરચો મંડલ પ્રભારીઓમાં મોરબી શહેરમાં વનરાજસિંહ નાગજીભાઈ ચૌહાણ અને તાલુકામાં સુરેશભાઈ શીરોહીયા, મોરબી તાલુકામાં ડાયાભાઈ સરૈયા, ટંકારા તાલુકામા ઘનશ્યામભાઈ દલવાડી, હળવદ શહેરમાં કાંતિલાલ કણસાગરા અને તાલુકામાં હેમુભાઈ ધરજીયા, વાંકાનેર શહેરમાં ઉગાભાઈ રાઠોડ અને તાલુકામા જીતેનભાઈ અંગેચણીયાની વરણી કરેલ છે તેમજ ઝોન પ્રભારીમાં મોરબી શહેર, માળીયા તાલુકો અને માળીયા શહેરમાં મહેશભાઈ સિંધવ, મોરબી તાલુકો, ટંકારા તાલુકો અને વાંકાનેર તાલુકામા મહેશભાઈ કોળી તેમજ વાંકાનેર શહેર, હળવદ શહેર અને હળવદ તાલુકામા દિનેશભાઈ વ્યાસની વરણી કરેલ છે તેવું મોરબી જીલ્લા ભાજપ બક્ષિપંચ મોરચાના જિલ્લાના પ્રમુખ નિર્મલભાઈ સામતભાઈ જારીયાએ જણાવ્યુ છે






Latest News