મોરબીમાં પાસપોર્ટ સેવા મોબાઇલ વાન તા.૧૪ થી ૧૬ સુધી કાર્યરત રહેશે હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ પદે કિશોરભાઇ ચિખલિયા


SHARE









મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ પદે કિશોરભાઇ ચિખલિયા

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો સક્રિય થવા લાગ્યા છે અને કાર્યકરોને દોડતા કરવામાં આવી રહ્યા છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા લાંબા સમયથી જિલ્લા કોંગ્રેસના માળખામાં ફેરફાર માટેની ચર્ચા કરવામાં આવી રહી હતી તેવામાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમીટી દ્વારા આજે ગુજરાત ૧૧ જિલ્લાના પ્રમુખ બદલાવવામાં આવેલ છે તેમાં મોરબી જિલ્લાના પ્રમુખ પદે મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાની વરણી કરવામાં આવેલ છે

ગુજરાતના૧૫ જિલ્લાઓમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમીટી દ્વારા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખોના નામ જાહેર કરવામાં આવેલ છે તેમાં મોરબી જિલ્લો કિશોરભાઈ ચીખલીયા, જામનગર જિલ્લો મનોજ ગોરધનભાઈ કથીરીયા, સુરેન્દ્રનગર જિલ્લો નૌશાદ સોલંકી, મહેસાણા જિલ્લો હસમુખભાઈ રાજેશભાઈ ચૌધરી, સાબરકાંઠા જિલ્લો અશોક નાથાભાઈ પટેલ, ભરૂચ જિલ્લો રાજેન્દ્રસિંહ રાણા, અમદાવાદ જિલ્લો અમરસિંહ રામુભાઇ સોલંકી, મહીસાગર જિલ્લો ગુલાબસિંહ ચૌહાણ અને પાટણ જિલ્લા ગેમરભાઈ જીવણભાઈ રબારીનો સમાવેશ થાય છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીના કિશોરભાઇ ચિખલિયા બે વખત અગાઉ જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલ છે અને હાલમાં તેમના પત્ની જિલ્લા પંચાયતના સભ્ય છે અને તેઓએ જિલ્લા પંચાયતમા વિરોધ પક્ષના નેતા, જિલ્લા પંચાયતના પ્રમુખ અને કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે પણ જવાબદારી સાંભળી છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પક્ષ દ્વારા તેઓને જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ પદની જવાબદારી સોપવામાં આવેલ છે હાલમાં ચોમેરથી તેઓને શુભકામનાઓ મળી રહી છે

જુનાગઢ શહેર મનોજ ભીખાભાઈ જોષી, ભાવનગર શહેર હિતેશ મનુભાઇ વ્યાસ,  સુરત શહેર ધનસુખ ભગવતીપ્રસાદ રાજપુત, દિનેશ નાનુભાઈ સાવલિયા (વર્કીંગ પ્રેસીડેન્ટ-સુરત શહેર), વિપુલ બાબુભાઈ ઉધનાવાલા (વર્કીંગ પ્રેસીડેન્ટ-સુરત શહેર), રાજકોટ શહેર અતુલ રસીકભાઈ રાજાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલની તથા ઓબીસી ડિપાર્ટમેન્ટમાં વર્કીંગ ચેરમેનઓ તરીકે રમેશભાઇ કાનજીભાઇ દેસાઇ, એડવોકેટ (પાટણ),મહેશભાઈ રાજપુત (રાજકોટ) તથા રાજુભાઇ આહીર(મોરબી)ની નિમણુંક કરવામાં આવી છે. અને કોંગ્રેસના મોવડી મંડળ દ્વારા દિલ્હીથી કરવામાં આવેલ નિમણુંકોને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આવકારી છે.




Latest News