મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનને એક વર્ષ પૂર્ણ થતાં રામ જન્મથી રાજ્યભિષેક સુધીનું નાટક યોજાયું ​​​​​​​મોરબીમાંથી નીકળતા નવા નેશનલ હાઇવેનો ખેડૂતો દ્વારા વિરોધ છતાં કામ ચાલુ !
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કરણી  સેના ટીમ દ્વારા વીસીપરા વિસ્તારમાં આવેલ કૈલાશ ધામની મુલાકાત લઇને સફાઈની માંગ કરાઇ


SHARE









મોરબી જિલ્લા કરણી  સેના ટીમ દ્વારા વીસીપરા વિસ્તારમાં આવેલ કૈલાશ ધામની મુલાકાત લઇને સફાઈની માંગ કરાઇ

મોરબી વીસીપરા વિસ્તારમાં આવેલ કૈસાશ ધામ મધ્યે રાજપૂત ક્ષત્રિય સમાજ તેમજ અન્ય સમાજના વર્ષો જુના પાળીયાઓ આવેલ છે જેમાંથી ઘણા પાળિયા તેમજ મૂર્તિઓ ખંડિત હાલતમાં હોય તેમજ રાજાશાહી વખતની મૂર્તિઓમાં વર્ષોથી કોઈ સાફસફાઈ કરાવેલ ન હોય આ જગ્યાની હાલત ખુબ જ ખરાબ હાલતમાં છે જેની જાણ રાજપૂત કરણી સેના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજાને થતા મોરબી કરણી સેના જિલ્લા ટીમના હોદેદારો મોરબી કૈલાષલાશ ધામ ખાતે પહોંચી ગયા હતા જગ્યાની મુલાકત કરી હતી તેમજ મોરબી કરણી સેના ટીમ દ્વારા આ તમામ માહિતી મોરબી નગર પાલિકા ઓફિસરને જાણ કરવામાં આવી હતી તેમજ અધિકારીઓને આ પરિસ્થિતિ અંગે સાવચેત કર્યા હતા તેમજ આ જગ્યાની સાફસફાઈ માટે કરણી સેના ટીમ દ્વારા નગર પાલિકામાં રજુઆત કરવામાં આવી હતી. ત્યારે નગર પાલિકા દ્વારા પણ કરણીસેનાના આ વિચારને બિરદાવામાં આવ્યો હતો તેમજ નગર પાલિકા દ્વારા કરણી સેનાને વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો કે આવનારા ચારથી પાંચ દિવસ દરમ્યાન આ જગ્યાની સાફસફાઈ નગર પાલિકા દ્વારા કરાવવામાં આવશે સાથોસાથ કરણી સેના ટીમ દ્વારા વીસીપરામાં આવેલ કેશવાનદ બાપુના આશ્રમની પણ મુલાકાત લેવામાં આવી હતી.જ્યાં કેશવાનંદ બાપુના શિષ્યા કની માતાજીના આશીર્વાદ લીધા હતા.




Latest News