મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાનાર સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં આર્થિક સહયોગ આપવા દાતાઓને આયોજકોની અપીલ


SHARE









મોરબીમાં યોજાનાર સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં આર્થિક સહયોગ આપવા દાતાઓને આયોજકોની અપીલ

વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી તેમજ હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઠમા સર્વ જ્ઞાતિ સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં દીકરીઓના કરિયાવર અને આયોજન માટે દાતાઓને દાન આપવા માટે અપીલ કરવાં આવેલ છે

મોરબી ખાતે છેલ્લા સાત વર્ષમાં પિતાની છત્રછાયા ગુમાવનાર તેમજ ગરીબ પરિવારની ૨૨૯ દીકરીઓના લગ્નો કરાવી આપનાર સંસ્થા વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી તેમજ હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ (આઠમા) સર્વ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવનું આગામી તા ૧૦/૦૩/૨૦૨૪ ના રોજ આયોજન કરેલ છે જેમાં ૨૨ દીકરીઓના લગ્નો નિર્ધારિત થયા છે જેથી કરીને આ દીકરીઓને કરિયાવરમાં દાતાઓના સહકારથી ઘરવખરી સહિતની વસ્તુઓ આપવામાં આવે છે ત્યારે આ સમૂહલગ્ન મહોત્સવમાં આર્થિક સહયોગ આપવા માટે દાતાઓને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવેલ છે વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે દાતાએ આપેલ દાન ભારત સરકારના આયકર અધિનિયમ ૧૯૬૧ની કલમ ૮૦જી(૫) હેઠળ કરમુક્ત છે અને વધુ માહિતી માટે હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડો. હાર્દિક રવિચંદ જેસ્વાણી  (૯૨૨૮૮૦૦૧૦૮) ઉપર સંપર્ક કરવો અને દાતા જો દાન ઓનલાઇન ટ્રાન્સફર કરવા માંગતા હોય તો Hitam Charitable Trust, Bank HDFC Morbi, Ac. no. 00491450000149 અને IFSC HDFC0000307 દાન ટ્રાન્સફર કરી શકે છે




Latest News