મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં મેળામાંથી એક મોબાઈલની ચોરી કરનારા આરોપીની ધરપકડ: ૬૩ મોબાઈલ ફોનની ચોરી કરનારા આરોપીઓ ક્યાં ?


SHARE









મોરબીમાં મેળામાંથી એક મોબાઈલની ચોરી કરનારા આરોપીની ધરપકડ: ૬૩ મોબાઈલ ફોનની ચોરી કરનારા આરોપીઓ ક્યાં ?

મોરબીના રફાળેશ્વર ગામે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસોમાં મેળો યોજાયો હતો તે મેળામાં મોબાઈલ ફોનની ચોરી થઈ હતી જે બનાવની યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોબાઇલ ચોરીની ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં એલસીબીની ટીમે આરોપીને પકડીને આરોપીને તાલુકા પોલીસ હવાલે કરેલ છે જો કે, મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા તાજેતરમાં ૬૩ ખોવાયેલા અને ચોરાયેલ મોબાઈલ શોધીને મૂળ માલિકોને પરત આપવામાં આવેલ છે જો કે, ચોરાયેલા મોબાઈલ ફોન જેની પાસેથી મળી આવ્યા હોય તે ચોરને કેમ પકડવામાં આવ્યા નથી તે તપાસનો વિષય છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોઠી ગામે રહેતા સંજયભાઈ રસિકભાઈ તલસાણીયા જાતે સુથાર (૩૦) અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે થોડા મહિનાઓ પહેલા ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, શ્રાવણ મહિનાના છેલ્લા દિવસોમાં મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે મહાદેવ મંદિરની બાજુમાં મેળો યોજાયો હતો જેમાં તે આવ્યો હતો અને મેળાના ગ્રાઉન્ડ ખાતેથી તેના મોબાઈલની ચોરી કરવામાં આવેલ હતી જેથી કરીને ઓપો કંપનીના ૫૦૦૦  રૂપિયાની કિંમતના મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને એલસીબીની ટીમ દ્વારા આ ગુનામાં આરોપી જસવંત બાબાસિંગ સોલંકી (૩૯) રહે. વાઘોડિયા ચોકડી ઓવરબ્રિજ નીચે વડોદરા મૂળ રહે એમપી વાળાની ધરપકડ કરેલ છે અત્રે ઉલેખનીય છેકે, મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા તાજેતરમાં એક પ્રેસનોટ આપવામાં આવી હતી જેમાં જણાવ્યુ હતું કે, ખોવાયેલા અને ચોરાયેલ ૬૩ મોબાઈલ ફોન શોધીને તેના મૂળ માલીકને પરત આવામાં આવેલ છે જેના ખોવાયેલા મોબાઈલ કોની પાસેથી મળ્યા ? રસ્તા ઉપર રેઢા પડ્યા હતા ? કે પછી કોઈ વ્યક્તિઓ પાસેથી મળી આવેલ છે ? તેની કોઈ સ્પષ્ટતા નથી આટલું જ નહીં ચોરાયેલા મોબાઈલ ફોન કોની પાસેથી મળી આવ્યા ? મોબાઇલની ચોરી કોને કરી હતી ? આવી કોઈ બાબતની સ્પષ્ટતા કરવામાં આવેલ નથી જેથી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે




Latest News