મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડ ઉપર વહેલી સવારે બંધ ડમ્પરની પાછળ બાઇક અથડાતા વૃદ્ધનું મોત


SHARE















મોરબીના જેતપર રોડ ઉપર વહેલી સવારે બંધ ડમ્પરની પાછળ બાઇક અથડાતા વૃદ્ધનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ નવી પીપળી ગામ પાસે તા.૨૨-૨ ના વહેલી સવારે છએક વાગ્યાના અરસમાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બંધ પડેલા ડમ્પરની પાછળ બાઇક અથડાતા મૂળ જૂનાગઢના વિસાવદરના અને હાલ છેલ્લા કેટલાક વર્ષોથી મોરબીના નવી પીપળી ગામે રહેતા અને સ્કૂલ બસ ચલાવવાનું કામકાજ કરતા પટેલ આધેડનું મોત નીપજ્યું હતું.બનાવને પગલે તેઓના મૃતદેહને હાલ પીએમ માટે સિવિલે લઈ જવામાં આવ્યો હતો અને આગળની તપાસ માટે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હોય તાલુકા પોલીસ દ્વારા તજવીજ શરૂ કરાયેલ છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ જૂનાગઢના વિસાવદરના વતની અને હાલ મોરબીના જેતપર રોડ ઉપર આવેલા નવી પીપળી ગામે રહેતા ડાયાભાઈ સવજીભાઈ દેત્રોજા પટેલ નામના ૬૨ વર્ષના આધેડનું તા.૨૨-૨ ના વહેલી સવારે છએક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતના બનાવમાં મોત નીપજ્યું હતું.જેથી કરીને તેઓના મૃતદેહને પીએમ માટે અત્રેની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.હાલ આ બનાવ અંગે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવેલી હોય તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલી છે.તેઓ પાસેથી વધુમાં મળતી માહિતી પ્રમાણે, મૃતક ડાયાભાઈ દેત્રોજા મૂળ જૂનાગઢના વિસાવદરના વતની હતા અને તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી મોરબીના નવી પીપળી ગામે રહેતા હતા. અને તેઓની આસપાસમાં તેઓના બે ભાઈઓ પણ રહે છે.મૃતક ડાયાભાઈ કોઈ સ્કૂલની બસ ચલાવતા હોય આજે વહેલી સવારે છ વાગ્યે તેઓ તેમનું બાઈક નંબર જીજે ૧૩ આર ૮૬૯૩ લઈને ઘરેથી બેલા ગામ તરફ જવા માટે નીકળ્યા હતા ત્યારે નવી પીપળી ગામ પાસે જ રોડ ઉપર બંધ પડેલા ડમ્પર નંબર જીજે ૧૨ બીડબલુ ૯૯૫૨ ની સાથે તેઓનું બાઈક અથડાયું હતું.જેથી માથા-મોઢા અને શરીરના ભાગે થયેલી ઇજાઓના પગલે ઘટના સ્થળે જ ડાયાભાઈ દેત્રોજાનું મોત થયુ હતુ.બાદમાં તેમના મૃતદેહને પીએમ માટે દવાખાને લઈ જવાયો હતો.હાલ બનાવ અંગે તાલુકા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.બંધ હાલતમાં પડેલ ડમ્પરની સાઇડ લાઇટ ચાલુ હતી કે કેમ..? તેમજ ડમ્પર બંધ હતુ તો વાહન અકસ્માત ન સર્જાય તેના માટે કોઈ આડસ રાખવામાં આવી હતી કે કેમ..? તે બાબતો ચકાસવા માટે અને ફરિયાદ લેવા માટે તાલુકા પોલીસ દ્વારા આગળની તજવીજ શરૂ કરાયેલ છે.

રીક્ષા-કાર અકસ્માતમાં ઇજા

મોરબીના સિપાઈવાસ વિસ્તારમાં રહેતા સોહીલ હુસેનભાઇ બેલીમ નામના ૨૬ વર્ષના યુવાનને રિક્ષા અને કાર વચ્ચે થયેલ અકસ્માત બનાવમાં ઇજાઓ થતા સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જાણવા મળતી વિગતો પ્રમાણે સોહિલ બેલીમ નામનો યુવાન રિક્ષા લઈને જતો હતો ત્યારે કોઈ અજાણ્યા કાર ચાલકે તેની રીક્ષાને હડફેટ લેતા થયેલ અકસ્માત બનાવમાં તેને ઈજા થવાથી સારવાર માટે સિવિલે ખસેડાયો હતો જે અંગે હોસ્પિટલેથી જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા નોંધ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીના રવાપર ગામે ઘુનડા રોડ ઉપર આવેલ ક્રિષ્ના સ્કૂલ પાસે રહેતા અંકિત ગુણવંતભાઈ વડગામા નામના ૩૬ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ બોરીયા પાટી વિસ્તારમાં ફિનાઈલ પી લીધુ હતુ.જેથી તેને સારવાર માટે સરકારી હોસ્પિટલએ લાવવામાં આવ્યો હતો. ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલ દ્વારા નોંધ કરીને તપાસ કરાઈ હતી.

મહિલા સારવારમાં

હળવદ તાલુકાના સુંદરગઢ ગામના રહેવાસી મનીષાબેન જગદીશભાઈ નરસીભાઈ ડાભી નામના ૪૦ વર્ષીય મહિલાને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.આ બાબતે એ ડિવિઝન પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે મનીષાબેન ડાભીનો લગ્ન ગાળો ૧૮ વર્ષનો છે અને તેઓ કોઈ અગમ્ય કારણોસર તેઓના ઘરે કોઈ દવા પી ગયા હતા જેથી તેઓને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા અને બનાવ હળવદ પંથકનો હોય આગળની તપાસ માટે ત્યાં જાણ કરવામાં આવી હતી






Latest News