મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ મોરબી વન વિભાગમાં ટેન્ડરની સિક્યુરિટી પેટે બનાવટી એફડી રજૂ કરનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો: તપાસ શરૂ હળવદના ઘનશ્યામપુર ગામ નજીકથી 500 લીટર દેશી દારૂનો જથ્થો ભરેલી ઇકો ગાડી સાથે 3 ઝડપાયા: 4 લાખનો મુદ્દામાલ કબજે, 1 ની શોધખોળ મોરબી શહેર, હળવદના રાણેકપર અને માળિયાના જૂના દેવગઢ ગામે જુગારની 4 રેડમાં 22 શખ્સો ઝડપાયા મોરબી મહાપાલિકાએ પાલિકાના સમયમાં બનેલા બિન ઉપયોગી બે શુલભ શોચલાય તોડી પાડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળની દરમ્યાનગીરીથી ગ્રાહકને ૨૦.૨૫ લાખની રકમ મળી


SHARE





મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળની દરમ્યાનગીરીથી ગ્રાહકને ૨૦.૨૫ લાખની રકમ મળી

મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા પ્રભાબેન ચમનલાલ ધાનજાને મકાન લોનના વીમા બાબતે એચ.ડી.એફ.સી. લાઇફ ઇન્સ્યુરન્સ પાસેથી ૨૦,૨૫,૦૦૧ ની રકમ ૯ ટકાના વ્યાજ સાથે ચૂકવવામાં આવે તેવો ગ્રાહક અદાલતે હુકમ કરેલ છે

મોરબીના વતની પ્રભાબેન ચમનલાલ ધાનજાએ એચ.ડી.એફ.સી. લાઇફ ઇન્સ્યુરન્સ પાસેથી મકાન લોન ૨૦,૦૫,૦૦૧ લીધેલ હતી અને ચમનભાઇએ લીધેલ લોનના નિયમ પ્રમાણે લોન ગ્રાહકનું મરણ થાય તો વીમો કુલ ચુકવી આપવાનો છે ચમનલાલને શ્વાસની તકલીફ થતાં પ્રમુખ સાર્થક હોસ્પીટલમાં મેઇન ડેગ્યુ તાવની અસર થતાં એપોલો હોસ્પીટલમાં દાખલ કરેલ હતા ત્યાં તા. ૨૭/ ૧૨/૨૦૨૧ ના રોજ તેમનું અવશાન થતાં વીમા કંપનીએ એવા બહાના હેઠળ કે તેમને અન્ય રોગ હતો તેમ કહી વીમા ચુકવવાની ના પાડી દીધી હતી અને એપોલો હોસ્પીટલે વ્યવસ્થીત કારણો બતાવેલ છતા વીમા કંપનીએ હાથ ઉંચા કરી દીધા હતા જેને કારણે પ્રભાબેન ધાનજાએ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેસ દાખલ કરતાં ગ્રાહક અદાલતે એચ.ડી.એફ.સી. લાઇફ ઇન્સ્યુરન્સને ૨૦,૦૫,૦૦૧ વીમાના તથા ૧૫૦૦૦ માનસીક ત્રાસ અને ૫૦૦૦ પાંચ હજાર એમ કુલ ૨૦,૨૫,૦૦૧ ને ૯ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે.




Latest News