મોરબીના વાવડી રોડે રહેતા યુવાને ઘરે જીવન ટુંકાવ્યું મોરબીના નાગડાવાસ ગામે મંદિરમાંથી માતાજીની મુર્તિ, મુગટ, છતર વિગેરે મળી 6.02 લાખના મુદામાલની ચોરી મોરબી મહાપાલિકા સંચાલિત લાઈબ્રેરીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર મોરબી શહેરમાંથી 8 દિવસમાં 29 ઢોર પકડવામાં આવ્યા વાંકાનેરમાં સ્માર્ટ પુસ્તકાલય બનાવવા માટે મામલતદારને કરાઇ રજૂઆત હળવદમાં શાળાની વિદ્યાર્થિનીઓએ પાળિયાઓને રાખડી બાંધીને કરી રક્ષાબંધન પર્વની ઉજવણી મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રખડતા ઢોર પકડવા, રોડ રીપેર કરવા અને ખાદ્ય સામગ્રીનું ચેકિંગ કરવા અધિકારીઓને સૂચના મોરબી જીલ્લામાં સફાઇ કામદારને ભૂગર્ભ ગટર તેમજ ખાળકૂવામાં સફાઇ કરાવવા, ઊંડે ઉતરવા-ઉતારવા પર પ્રતિબંધ
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયા ગામે વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરતાં અજાણ્યો પદાર્થ પી ગયેલ યુવાન સારવારમાં


SHARE





ટંકારાના હડમતીયા ગામે વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરતાં અજાણ્યો પદાર્થ પી ગયેલ યુવાન સારવારમાં

ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા યુવાનને ધંધામાં ખોટ ગયેલ હતી જેથી કરીને તેને જુદાજુદા સમયે જુદાજુદા વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને વ્યાજે રૂપિયા આપનારા શખ્સો દ્વારા રૂપિયાની યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી જેથી કરીને યુવાને ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પીટલમાં લઈને આવ્યા છે અને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે પ્રાથમીક તપાસ કરી હતી અને આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલ છે જેથી ત્યાં આ બનાવની જાણ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા સેરસિયા પ્રવીણભાઈ ખોડાભાઈ (૪૮) નામના યુવાને પોતાના ઘરે કોઈ કારણોસર અજાણ્યો પદાર્થ પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી તેની સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, યુવાનને સોપારીનો ધંધો હતો અને તે ધંધામાં ખોટ ગયેલ હોવાથી તેને જુદાજુદા સમયે જુદાજુદા વ્યક્તિ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હતી અને વ્યાજે રૂપિયા આપનારા શખ્સો દ્વારા તેની પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી જેથી તેને આ પગલું ભર્યું હતું તેવું તેને પોલીસને પ્રાથમિક તપાસમાં જણાવ્યુ છે આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

હળવદના સરા રોડ ઉપર આવેલ આલાપ ટાઉનશિપ ખાતે રહેતા રમેશભાઈ કાનજીભાઈ ગઢીયા (૫૯) નામના વૃદ્ધને મોરબીના રવાપર ગામ પાસે આવેલ ક્રિષ્ના સ્કૂલ નજીક વહાન અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે




Latest News