મોરબી જીઆઇડીસી પાસે નવ બોટલ દારૂ સાથે બે પકડાયા વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિરમાં ડો.બાબા સાહેબ આંબેડકર જ્યંતી ઉજવાઇ


SHARE







મોરબીમાં સાર્થક વિદ્યામંદિરમાં ડો.બાબા સાહેબ આંબેડકર જ્યંતી ઉજવાઇ

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે બાબા આંબેડકર સાહેબની ૧૩૩ મી જન્મ જયંતીના ઉપલક્ષે પ્રેરણા રૂપ ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે બાબા સાહેબના જીવન ચરિત્ર ઉપર વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા વક્તવ્ય, નાટક, ગીત રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ બાબા સાહેબના જીવન ઉપર લખાયેલું રાષ્ટ્રપુરુષ ડોક્ટર આંબેડકર (કિશોર મકવાણા લેખિત) પુસ્તકનો પરિચય આપ્યો હતો. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન મયંકભાઈ રાધનપુરા તેમજ વિવેકભાઈ શુક્લે કર્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ ,શિક્ષકો તેમજ સામાજિક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. અંતે મતદાન જાગૃતિનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

માર્ગદર્શન સેમિનાર

 

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે તા ૧૫ ના રોજ સવારે ૯ થી ૧૧ પથ દર્શક-૨૦૨૪ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધો. ૧૦ પછી શું તેના વિષેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે જેથી ધો.૧૦ ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ તેમજ તેના વાલીઓને આ આ કાર્યક્રમમાં આવવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે






Latest News