હળવદના ચરાડવા નજીક ધૂળની ડમરીને લીધે ટ્રક પાછળ ડબલ સાવરી એકટીવા ઘૂસી જતાં બે યુવાનના મોત
મોરબીમાં બોલાચાલી બાદ ચપ્પલની લારી સળગાવી નાંખતા દાઝી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત, મર્ડરની કલમ ઉમેરાશે..? : સામસામી ફરિયાદ-દારૂનું દુષણ કારણભુત હોવાની સ્થાનીકોમાં ચર્ચા
SHARE
મોરબીમાં બોલાચાલી બાદ ચપ્પલની લારી સળગાવી નાંખતા દાઝી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત, મર્ડરની કલમ ઉમેરાશે..? : સામસામી ફરિયાદ-દારૂનું દુષણ કારણભુત હોવાની સ્થાનીકોમાં ચર્ચા
મોરબીના રામકૃષ્ણનગરમાં રહેતા વૃદ્ધાના દીકરાની સાથે ફોન ઉપર કોઈ બાબતે બોલાચાલી થયા બાદ પાંચ શખ્સો વૃદ્ધાના ઘરે આવ્યા હતા અને તેના દીકરાને પેટના ભાગે મુકા મારીને મારી નાંખવાની ધમકી આપી હતી.તેમજ તેના બીજા દીકરાનું બાઈક સ્લીપ થતા તેને સારવાર માટે લઈ જતા હતા ત્યારે ત્યાં સિવિલમાં જઇને પણ બોલાચાલી કરીને ગાળો આપી હતી.ત્યારબાદ દવાખાને લઈ ગયા હતા ત્યાં પાછળ આવીને ત્યાં પણ માથાકૂટ કરી હતી આટલું જ નહીં પરંતુ વૃદ્ધાના ઘર પાસે રાખેલ ચપ્પલની લારીને સળગાવી નાખી હતી.જેથી કરીને વૃદ્ધ ગંભીર રીતે દાઝી ગયા હતા.જેથી વૃદ્ધને સારવાર માટે રાજકોટ લઈને ગયા હતા ત્યાં સારવાર દરમ્યાન તે વૃદ્ધનું મોત નીપજયું છે.હાલમાં આ બનાવમાં બંને પક્ષેથી ફરિયાદ નોંધાયેલ છે તેના આધારે પોલીસે બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.જોકે રાજકોટ ખાતે વૃદ્ધનું મોત થતાં ત્યાં તેમના પરિવારજનોએ નિવેદનમાંસલખાવ્યું હતું કે, ત્રણ લોકોએ તેમના ઘરે આવીને તેઓના ઘરે તેમના ઘર પાસેની ચપ્પલની રેકડીને આગ ચાંપી દીધી હતી અને તે દરમિયાનમાં મૃતક મનુભાઈ ખોડાભાઈ ડુંગરા નામના વૃદ્ધને સળગતી રેકડી પાસે મૂકી દેતા તેઓ શરીરને દાઝી ગયા હતા અને બાદમાં બે દિવસની ટૂંકી સારવાર દરમિયાન મનુભાઇનું મોત નિપજયુ હતું માટે આ કેસમાં મારામારી બાદ હવે શું મર્ડરની કલમનો ઉમેરો થશે કે કેમ..? તે જોવું રહ્યું.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ગોપાલ સોસાયટીની સામે મહેન્દ્રનગર રોડ ઉપર આવેલ રામકૃષ્ણનગર જે-૬ માં રહેતા ગૌરીબેન મનુભાઈ ડુંગરા જાતે કોળી (ઉમર ૬૦) નામના વૃદ્ધાએ હાલમાં વેલાભાઇ રાવળ, જયુભા દરબાર રહે.બંને મોરબી અને અજાણ્યા ત્રણ શખ્સો આમ કુલ મળીને પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે.જેમાં તેઓઅ જણાવ્યું છે કે, તેના દીકરા નવઘણ સાથે વેલાભાઇ અને જયુભાને ફોન ઉપર કોઈ બાબતે બોલાચાલી થઈ હતી.જેથી તે બંને ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ત્યાં તેમના દીકરા નવઘણને પેટના ભાગે મુકા મારીને મારી નાંખવાની ધમકી આપી હતી.તેમજ ફરિયાદીનો બીજો દીકરો કાળુ મનુભાઇ ડુંગરી (ઉમર ૩૩) બાઈક લઈને જતો હતો ત્યારે બાઈક સ્લીપ થતા તેને પગમાં ઈજા થઇ હોવાથી સારવાર માટે લઈ જતા હતા ત્યારે મોરબી સિવિલે પણ ઉપરોકત બંને આરોપીઓએ ત્યાં આવીને બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી તેમજ દવાખાને સારવાર માટે ગયા હતા ત્યાં આવીને જયુભા દરબાર અને તેની સાથે આવેલા અન્ય ત્રણ શખ્સોએ હોસ્પિટલે માથાકૂટ કરી હતી અને કહ્યું હતું કે “તારા ઘરે જઈને જોઈ લેજે” જેથી વૃદ્ધાએ ઘરે જઈને તેના પતિને નવઘણ બાબતે પૂછ્યું હતું ત્યારે નવઘણ ઘરે હાજર ન હતો.
જો કે, ફરિયાદી ગૌરીબેનના પતિ મનુભાઈ ખોડાભાઈ ડુંગરા જાતે કોળી (ઉમર ૫૫) શરીરે દાઝી ગયા હતા અને તેમના ઘર પાસે રહેલ ચપ્પલની રેકડીને સળગાવી દેવામાં આવી હતી.જેથી કરીને મનુભાઇ ડુંગરાને સારવાર માટે પ્રથમ મોરબી સિવિલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલે લઈને ગયા હતા ત્યાં આજે તા.૧૫ ના વહેલી સાવરે અઢી વાગ્યે મનુભાઇ ડુંગરાનું સારવાર દરમ્યાન મોત નીપજયું છે.ત્યાં ભોગ બનેલ પરિવારે નિવેદનમાં જણાવ્યુ હતું કે, ગગુભાઈ, જયુભા અને કાનાભાઇએ કોઈ કારણોસર ઝઘડો કરીને મારામારી કરી હતી અને સળગતી લારી પાસે મનુભાઇને મૂકી દેતા મનુભાઈ શરીરે દાઝી ગયા હતા જેથી કરીને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા અને ત્યાં તેઓનું મોત નીપજયું છે.જેથી દીકરાને માર મારીને ધમકી દેવાની તેમજ લારી સળગાવીને નુકશાન કરવાની જે ભોગ બનેલ વૃદ્ધાએ પાંચ શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.તેમાં રાજકોટ ખસેડાયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજતા હત્યાની કલમનો ઉમેરો થાય તેવી શ્કાયતા છે.હાલ આ બાબતે બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એસ.વી.સામાણીએ આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, ૪૩૫ મુજબ નવઘણ અને નવઘણના ભાણેજ લાલા સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
મારામારીના ઉપરોક્ત બનાવમાં સામેના પક્ષેથી વળતી ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેમાં શનિ ઉર્ફે વેલો રમેશભાઈ લાલુકિયા જાતે રાવળદેવ (ઉંમર ૩૨) રહે આર-૧૦ રામકૃષ્નરગર ગોપાલ સોસાયટી સામે મહેન્દ્રનગર રોડ સામાકાંઠે મોરબી-૨ વાળાએ તેઓના ઘર નજીક રહેતા નવઘણ અને નવઘણનો ભાણેજ લાલો સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે પોતાને નવઘણ સાથે ફોનમાં બોલાચાલી ઝઘડો થયો હતો જે બાબતનો રોષ રાખીને નવઘણે પોતાને ફોન કરીને બોલાવ્યો હતો.જેથી તે ત્યાં જતા સામેવાળા આરોપીઓએ ભેગા મળીને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો અને દરમિયાનમાં નવઘણના ભાણેજ લાલાએ છરી વડે મારવા જતા ફરિયાદી શની લાલુકિયાએ આડો હાથ નાખ્યો હતો.જેથી તેને જમણા હાથે છરી લાગી હતી અને સામેવાળા બંનેએ પોતાને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.હાલ આ બાબતે બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એસ.વી.સામાણીએ આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ ૧૩૫ મુજબ નવઘણ અને નવઘણના ભાણેજ લાલા સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. વધુમાં મૃતક મનુભાઈના સૌથી મોટા પુત્ર કાળુભાઈના જણાવ્યા પ્રમાણે તેઓ ત્રણ ભાઈ છે જેમાં પોતે મોટા છે ત્યારબાદ મહેશભાઈ અને ત્યારબાદ સૌથી નાનો નવઘણ છે. નવઘણ અને શનિ સાથે રખડતા હતા અને મિત્રો હતા અને સમયંતરે તેઓ વચ્ચે ઝઘડો થતો હતો.દરમ્યાનમાં કોઈ બાબતે થયેલા ઝઘડાનો રોષ રાખીને નવઘણ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમના ઘરે આવીને તેમના ઘરે તેમના નાના ભાઈ મહેશભાઈ કે જેણે બે-ત્રણ દિવસ પહેલા જ ચપ્પલની લારી કાઢવા માટે માલ ભર્યો હતો તે ચપ્પલ સહિત લારી સળગાવી દેવામાં આવી હતી.જેમાં બબુભા દરબાર, જયુભા ભડીયાદ, કાનો રાવળદેવ રહે.રામકૃષ્ણનગર, વિમલ રાવળદેવ અને સંદીપ રાવળદેવ સહિતનાઓ તેમના ઘરે આવ્યા હતા અને તેમના પિતા મનુભાઇ તથા ભાઈ નવઘણની સાથે ઝઘડો કર્યા બાદ માર માર્યો હતો અને લારી સળગાવી દીધી હતી અને જેમાં તેમના પિતા મનુભાઇને લારી નજીક મૂકી દેતા તેમના પિતા મનુભાઈ હાથે-પગ તેમજ શરૂરે દાઝી ગયા હતા અને તેઓને રાજકોટ ખસેડાતા અહિં તેમનું સારવાર દરમિયાન મોત થયુ હતું.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે દારૂના ડખામાં ઘટના બની
મોરબીના સામાકાંઠે રામકૃષ્ણનગરમાં જે જગ્યાએ આ બનાવ બન્યો છે ત્યાં રહેતા લોકોમાં પૂછપરછ કરતા પ્રથમ કોઈ લોકો કંઈ બોલવા તૈયાર ન હતા જોકે ત્યાં સાંભળવા મળ્યા મુજબ દારૂ વેચવા અને પીવા સહિતના દુષણોએ આ વિસ્તારમાં માઝા મૂકી છે અને વારંવાર આ બાબતે ત્યાં ઝઘડા થતા હતા અને જેના વરવા સ્વરૂપે આજે આ મોટી ઘટના બની છે માટે દારૂના દૂષણને અહીં બ્રેક લગાવવામાં આવે તે જરૂરૂ છે તેવું ત્યાં રહેતા સ્થાનિકો જણાવી રહ્યા છે. અત્રે એ પણ નોંધનીય છે કે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં આવેલ ભીમસર વિસ્તાર, સોઓરડી વિસ્તાર, તેમજ માળિયા વનાળીયા સોસાયટી વિસ્તાર, ઉમિયાનગર વિસ્તાર, ત્રાજપર ખારી અને ત્રાજપર વિસ્તાર, ભાગ્યલક્ષ્મી સોસાયટી, પાડાપુલની નિચે, સર્કીટ હાઉસની સામે જેતપર અને ઘુંટુ રોડ તેમજ મહેન્દ્રનગરના અમુક વિસ્તારોમાં છુટથી દેશી અને વિદેશી દારૂ મળી રહેતા હોય આ દારૂના દૂષણના લીધે જ આ વિસ્તારોમાં અનેક વખત માથાકૂટો થઈ ચુકી છે માટે ત્યાં કડકાઈ પૂર્વક દારૂબંધીનો અમલ કરાવવામાં આવે તેવું આ વિસ્તારોના સ્થાનીકો ઇચ્છી રહ્યા છે.હવે સ્થાનિક પોલીસ તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચ આ દારૂ વેચાણ બાબતે કેટલી કડકાઈ દાખવે છે તે જોવું રહ્યું.
એક બોટલ દારૂ
માળીયા મીંયાણા તાલુકાના વેણાસર ગામના રોડ ઉપરથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી.જેથી પોલીસે રૂા.૩૦૦ ની કિંમતની દારૂની એક બોટલ કબ્જે કરી હતી અને સ્થળ ઉપરથી દારૂ સાથે મળી આવેલા ઉમેશભાઈ ચંદુભાઈ રાફુસા જાતે કોળી (૨૮) રહે.વેણાસર તાલુકો માળીયા મીંયાણાની ધરપકડ કરેલ છે અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.