વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારામાં આજે રામ જન્મોત્સવ નિમિતે બાઇક રેલી, રાતે ગરબા અને કાલે શોભાયાત્રા યોજાશે


SHARE







ટંકારામાં આજે રામ જન્મોત્સવ નિમિતે બાઇક રેલી, રાતે ગરબા અને કાલે શોભાયાત્રા યોજાશે

ટંકારા સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ કાલે રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે સાંજે બાઈક રેલી અને રાત્રે ચોક ખાતે રામ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને ઘરે ઘરે દિવડા પ્રગટાવી ભગવા ધ્વજને લહેરાવી આશોપાલવના તોરણીયા લગાવી કાર્યક્રમમાં જોડાવવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે અને કાલે બપોરે  દયાનંદ ચોક ખાતે મહાઆરતી બાદ સમુહ ફરાળ યોજાશે જેનો દરેકે લાભ લેવા આયોજકોએ અનુરોધ કરેલ છે

ટંકારામાં સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ એકઠા થઈને કાલે તા ૧૭ ના રોજ ભગવાન રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં શહેરને ધ્વજા પતાકાથી સજાવી છે ચોક ખાતે અયોધ્યા નિજ મંદિર થિમ પર પંડાલ ઉભો થયો છે. સાથે પ્રાગટ્ય દિવસની પુર્વ સંધ્યાએ આજે  સાથે ૫:૦૦ વાગ્યે બાઇક રેલી અને રાત્રે ૮:૩૦ કલાકે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ ઘરોમાં દિવડા પ્રગટાવી નોમની સવારે એટલે કે રામનવમીના ઘરના આંગણે આસોપાલવ તોરણિયાભગવી ધ્વજા બાંધી વિશાળ શોભાયાત્રામાં નગરજનો જોડાશે. શોભાયાત્રામાં જોડાનાર ભકત સમુદાય માટે ફળાહારની વ્યવસ્થા ઉપરાંત ઠેર ઠેર પાણી ઠંડા પિણાનુ આયોજન કરવામાં આવશે. અને રામ જન્મોત્સવ ઉજવવા ઉત્સવ સમિતિના કાર્યકરો દ્વારા તાલુકા અને નગરના તમામ હિંદુ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી જેમાં નગરમાં ઉત્સવ મનાવવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. અને સમગ્ર શહેરને ધ્વજા પતાકા લહેરાવી બજારોમાર્ગો ઉપર રામ જન્મોત્સવ ઉજવવાના બેનરો લગાવીસુશોભિત કરવામાં આવતા અયોધ્યા નગરી જેવો માહોલ ઉભો કરી દેવાયો છે. અને બેઠકમાં રામના જયઘોષ સાથે શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન માટે એક સુર વ્યક્ત કરાયો હતો. અને શોભાયાત્રા કાલે સવારે ૯ વાગ્યે શ્રી લક્ષ્મીનારાયણ સોસાયટીના સાર્વજનિક પ્લોટથી શરૂ કરવામાં આવશે જે દેરીનાકા મેઈન રોડથી દયાનંદ ચોકમેઈન બજારત્રણ હાટડીઉગમણા દરવાજાશ્રી લક્ષ્મીનારાયણ મંદિરે બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી બાદ દયાનંદ સરસ્વતી ચોક ખાતે પંડાલમાં સમુહ આરતી કરી શોભાયાત્રા પૂર્ણ થશે. શોભાયાત્રા રૂટમાં પંડાલઠંડાપીણાસરબત સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. અને ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટ શિવાભાઇ અંદરપા પરિવાર દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્સવ સમિતિના કાયમી દાતાઓ દ્વારા કાર્યક્રમ સફળ બનાવવા ખુબ આર્થિક અને શ્રમ દાન સહયોગ પુરો પાડયો છે.






Latest News