હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીમાં રામનવમી નિમિતે યોજાયેલ શોભાયાત્રા-મહાઆરતીમાં ધારાસભ્ય સહિત હજારોની સંખ્યામાં લોકો જોડાયા


SHARE









મોરબીમાં રામનવમી નિમિતે યોજાયેલ શોભાયાત્રા-મહાઆરતીમાં ધારાસભ્ય સહિત હજારોની સંખ્યામાં લોકો જોડાયા

રામનવમીની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી શહેરમાં પણ રામનવમી નિમિતે સર્વ હિન્દુ સમાજ અને સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને રામનવમી નિમિતે યોજાયેલ શોભાયાત્રા અને મહાઆરતીના કાર્યક્રમમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો સહિતના હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને મોરબીના માર્ગો જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યા હતા

મોરબીમાં રામનવમી નિમિત્તે રામ મંદિરોમાં અને ગામોગામ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબીમાં સર્કિટ હાઉસથી બપોરે ચાર વાગ્યેથી શોભાયાત્રાનું શરૂ કરવામાં આવી હતી અને આ શોભાયાત્રાને હિન્દુ વિજય યાત્રા નામ આપવામાં આવ્યું હતું અને વિજય યાત્રા સર્કિટ હાઉસથી શરૂ કરીને મહારાણા પ્રતાપ સર્કલ, શક્તિ ચોક, ત્રિકોણ બાગ, નવાડેલા રોડ, જુના બસ સ્ટેશન, રામ ચોક, શનાળા રોડ, નવા બસ સ્ટેશન, બાપા સિતારામ ચોક, એવન્યુ પાર્ક, સીતા ચોક, ચકીયા હનુમાનજી, ગાંધી ચોક, શાક માર્કેટ ચોક, નહેરૂ ગેઈટ, ગ્રીન ચોક તઈ દરબારગઢ રામ મહેલ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી અને ત્યાં રામ મહેલ મંદિરે ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી આ શોભાયાત્રા અને મહાઆરતીમાં સનાતની હિન્દુ સંગઠનના હોદેદારો, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો જોડાયા હતા આ શોભાયાત્રામાં રામનો રથ, નાસિક ઢોલ સહિતના આકર્ષણો રાખવામા આવ્યા હતા અને મોરબીના નહેરુગેઈટના ચોકમાં લાઈવ ઓરકેસ્ટ્રાનો કાર્યક્રમ પણ યોજાયો હતો અને ખાસ કરીને શોભાયાત્રામાં યુવાનો સહિતના ભગવા ધ્વજ અને કેસરી ઝભ્ભા પહેરીને આવ્યા હતા જેથી કરીને મોરબીમાં કેસરીયો માહોલ જોવા મળ્યો હતો અને ઠેરઠેર શોભાયાત્રાનું જુદાજુદા સમાજ અને સંસ્થા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોરબીના માર્ગો જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યા હતા




Latest News