વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારા: કૌટુંબિક ટેન્શનમાં આવી ગયેલ યુવાને ન કરવાનું કરી નાખ્યું


SHARE







ટંકારા: કૌટુંબિક ટેન્શનમાં આવી ગયેલ યુવાને ન કરવાનું કરી નાખ્યું

ટંકારાના લગધીરગઢ રોડ ઉપર આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા યુવાને કૌટુંબિક ટેન્શનના કારણે આવેશમાં આવીને લેબર ક્વાર્ટરમાં પંખા સાથે ગમછો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઝારખંડના દેવધર જિલ્લાનો રહેવાસી અને હાલમાં ટંકારા નજીક આવેલ લગધીરગઢ રોડ ઉપર રાધા લક્ષ્મી સ્પિન ટેક્સ પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનાના લેબર ક્વાર્ટરની ઓરડીમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો સંતાષ સીતારામ ગોસ્વામી જાતે બ્રાહ્મણ (૩૦) નામનો યુવાન પોતાના લેબર ક્વાર્ટરમાં હતો ત્યારે તેને કૌટુંબિક ટેન્શનના કારણે આવેશમાં આવી જઈને પોતાની જાતે છતમાં લગાવેલ પંખા સાથે ગમછો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તે યુવાનના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળ વધુ તપાસ આઇ.ટી. જામ ચલાવી રહ્યા છે

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના ચાચાપર ગામે રહેતા રાજેશભાઈ ધીરુભાઈ (૪૦) નામનો યુવાન ગામ પાસે સીમ વિસ્તારમાં પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર અકસ્માતે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી રાજેશભાઈને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની વધુ તપાસ એસ.વી. સોલંકી ચલાવી રહ્યા છે

ઝેરી જનાવર કરડી ગયું

મોરબી તાલુકાના મકાનસર ગામે રહેતા મીસીબેન દાસો (૩૫) નામની મહિલા સિરામિક કારખાનામાં હતી ત્યારે કોઈપણ ઝેરી જનાવર તેને કરડી ગયું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાર બાદ તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ મહેશભાઈ કહાંગરા કરી રહ્યા છે

આગ લગતા નુકશાન

મોરબીમાં નાની પારેખ શેરીમાં નિલેશભાઈ પારેખના બંધ મકાનની સાફ-સફાઈ કરીને તે લોકો ત્યાંથી ગયા હતા ત્યાર બાદ કોઈ કારણોસર અકસ્માતે તે ઘરમાં આગ લાગી હતી અને આગ લાગવાના કારણે તાત્કાલિક મોરબી પાલિકાને જાણ કરતા ફાયરની ટિમ ત્યાં પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ નથી તેવું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળેલ છે






Latest News