વાંકાનેરમાં બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું મોત મોરબીમાં પોલીસ સ્ટેશન સામેથી બાઈકની ચોરી કરનાર આરોપી ઝડપાયો મોરબીની પંચાસર અને અવની ચોકડી પાસે અકસ્માતના જુદા જુદા બે બનાવમાં પાંચ વ્યક્તિને ઇજા: બે કાર ચાલક સામે ફરિયાદ મોરબી જિલ્લામાં વ્યક્તિગત પક્ષાપક્ષીનો ભોગ બની રહ્યા છે યોગ બોર્ડમાં જોડાનાર ટ્રેનરો મોરબી રોટરી ક્લબની ગવર્નર નિલેશભાઈ શાહએ લીધી મુલાકાત મોરબી ડો.બાબા સાહેબ આંબેડકર શાળાના શિક્ષકોએ માધાપરવાડી શાળાની મુલાકાત લીધી મોરબીમાં નવયુગ કોલેજના 400થી વધુ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કરાયો મોરબીમાં દારૂ - બીયરની 45 બોટલ સાથે બે પકડાયા, શોધખોળ
Breaking news
Morbi Today

માળિયા (મી)માં થયેલ બેવડી હત્યાના ગુનામાં આરોપીને ફાંસીની સજા માટે ૩૦ મીએ દલીલ


SHARE





માળિયા (મી)માં થયેલ બેવડી હત્યાના ગુનામાં આરોપીને ફાંસીની સજા માટે ૩૦ મીએ દલીલ

માળિયા મિયાણાંના કોબા વાંઢ વિસ્તારમાં ખેતરના શેઢે ભેંસ ચરાવવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ઉશ્કેરાઈ ગયેલા કૌટુંબિક ભત્રીજાએ કાકી અને ભાઈને છરીના ઘા મારીને તે બંનેની હત્યા કરી નાખી હતી જે કેસ મોરબીની કોર્ટે ચાલી ગયો હતો જેમાં આરોપીને તકસીરવાન ઠેરવ્યો છે અને આ કેસમાં આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેના માટે આગામી તા ૩૦ મી એ દલીલ કરવામાં આવશે

હાલમાં સરકારી વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ વર્ષ ૨૦૨૨ ના ૧૧ માં માહિનામાં માળીયા (મી)ના કોબા વાંઢ વિસ્તારમાં ઇશાભાઈ હબીબભાઇ મોવરના ખેતરમાં તેમનો જ કૌટુંબિક ભત્રીજો  આરોપી શાહરુખભાઈ યુસુફભાઇ મોવર શેઢા ઉપર ભેંસ ચરાવતો હતો ત્યારે ઇશાભાઈના દીકરા હબીબે તેને ત્યાં ભેંસ ચરાવવાની ના કહી હતી જેથી કરીને આરોપીએ ઝઘડો કર્યો હતો અને ત્યારે તેને હબીબને છરીના ઘા ઝીકી દીધા હતા અને ઇશાભાઈના પત્ની ઝરીનાબેન ત્યાં હાજર હોય તેઓ દોડીને આવતા તેને પણ આરોપીએ છરીના ઘા માર્યા હતા જેથી કરીને બન્નેને સારવારમાં ખસેડાયા હતા અને તે બંનેના મોત નીપજયાં હતા જેથી બેવડી હત્યામાં બનાવ પલટાયો હતો અને આ કેસ મોરબીના બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ. બુદ્ધની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ સંજયભાઈ સી. દવે દ્વારા ૧૯ મૌખિક અને ૪૬ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા અને ધારદાર દલીલ કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી શાહરુખભાઈ યુસુફભાઇ મોવરને તકસીરવાન ઠેરવ્યો છે અને આ બનાવને રેરેર ઓફ ધ રેર કેસ ગણી આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરવામાં આવી છે જેમાં સરકારી વકીલ સંજયભાઈ સી. દવે દ્વારા આગામી ૩૦ મી તારીખે દલીલ કરવામાં આવશે




Latest News