હળવદમાં વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી: ગુનો નોંધાયો ટંકારાના વીરપર ગામે ઘરના ફળિયામાં કરેલ દિવાલના જુના ઝઘડાનો ખાર રાખીને પડોશીઓ વચ્ચે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરમાં બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું મોત મોરબીમાં પોલીસ સ્ટેશન સામેથી બાઈકની ચોરી કરનાર આરોપી ઝડપાયો મોરબીની પંચાસર અને અવની ચોકડી પાસે અકસ્માતના જુદા જુદા બે બનાવમાં પાંચ વ્યક્તિને ઇજા: બે કાર ચાલક સામે ફરિયાદ મોરબી જિલ્લામાં વ્યક્તિગત પક્ષાપક્ષીનો ભોગ બની રહ્યા છે યોગ બોર્ડમાં જોડાનાર ટ્રેનરો મોરબી રોટરી ક્લબની ગવર્નર નિલેશભાઈ શાહએ લીધી મુલાકાત મોરબી ડો.બાબા સાહેબ આંબેડકર શાળાના શિક્ષકોએ માધાપરવાડી શાળાની મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં ભાજપના કાર્યક્રમ કરાવવા પોલીસે કેમ રાંઢવા લેવા પડે છે.?! ત્રણ-ચાર રતન દુખીયઓના લીધે નહીં આખો ક્ષત્રિય સમાજ સાથે છે : જયદેવસિંહ જાડેજા


SHARE





મોરબીમાં ભાજપના કાર્યક્રમ કરાવવા પોલીસે કેમ રાંઢવા લેવા પડે છે.?! ત્રણ-ચાર રતન દુખીયઓના લીધે નહીં આખો ક્ષત્રિય સમાજ સાથે જ છે : જયદેવસિંહ જાડેજા

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ માટે જે ટીપ્પણી કરી હતી તેને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી છે અને સતત વિરોધ પણ કરવામાં આવે છે તેવામાં કચ્છ-મોરબી બેઠકના ભાજપના ઉમેદવારના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમયે વિરોધ કરવામાં આવ્યો હતો જેથી કરીને મોરબીના ધારાસભ્યએ કહ્યું હતું કે, “રતન દુખિયા” વિરોધ કરી રહ્યા છે જેથી કરીને ધારાસભ્યને મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના પ્રમુખે જવાબ આપતા જણાવ્યુ છે કે, ઉશ્કેરણી જનક ભાષાનો ઉપયોગ ન કરો. અને તમે કહો છો બે ચાર રતન દુખીતા છે તો પણ મોરબીમાં કાર્યક્રમ કરો ત્યારે પોલીસે રાંઢવા લેવા પડે છે બાકીનો હિસાબ ચૂંટણી પછી કરીશું.

મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ હાલમાં સોશયલ મીડિયામાં એક વિડીયો મૂક્યો છે જેમાં તેને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને જવાબ આપેલ છે અને કહ્યું છે કે, મોરબીમાં કચ્છ-મોરબીના ભાજપ ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના કાર્યાલય ઉદ્ઘાટન કાર્યક્રમ હતો ત્યારે રાજપૂત કરણી સેનાના યુવાનોએ સભામાં આવીને નારે બાજી કરીને વિરોધ કર્યો હતો ત્યારે ધારાસભ્યએ રાજપૂત સમાજ આપણી સાથે જ છે ખાલી બે-ચાર રતન દુખિયા છે તે જ વિરોધ કરી રહ્યા છે જેનો જયદેવસિંહ જાડેજાએ વિડીયો મારફત જવાબ આપેલ છે અને ધારાસભ્યને ઉશ્કેરણી જનક ભાષાનો ઉપયોગ ન કરો તેવી ટકોર કરેલ છે અને ખાસ કરીને તાજેતરમાં પરસોતમ રૂપાલાનો કાર્યક્રમ હતો ત્યારે પોલીસે રાંઢવા લીધા હતા જે વિડિયોમાં પણ જોવા મળ્યું હતું જે માત્ર બે ચાર રતન દુખિયાના લીધે નહીં આખો ક્ષત્રિય સમાજના હિસાબે છે અને જયારે પેટીઓ ખુલશે ત્યારે ખબર પડી જશે કે રતન દુખિયા કોણ છે જેથી કરીને બોલવા મર્યાદા રાખો આઢારેય વરણના લોકો ગામે ગામ ક્ષત્રિય સમાજની સાથે જ છે.




Latest News