અપમૃત્યુના ત્રણ બનાવ: મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ યુવતીએ કર્યો આપઘાત, પતરા ઉપરથી પડતા અને કેનાલમાં ડૂબી જવાથી જુદી જુદી બે જગ્યાએ બે યુવાનના મોત મોરબીના બેલા નજીક કારખાના પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: શોભેશ્વર સોસાયટીમાં રહેતા યુવાનનું બીમારી સબબ મોત મોરબીના કન્યા છાત્રાલય રોડ આવેલ વિજયનગરમાં જુગાર રમતા સાત શખ્સો પકડાયા, એક ફરાર હળવદમાં વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી: ગુનો નોંધાયો ટંકારાના વીરપર ગામે ઘરના ફળિયામાં કરેલ દિવાલના જુના ઝઘડાનો ખાર રાખીને પડોશીઓ વચ્ચે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરમાં બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું મોત મોરબીમાં પોલીસ સ્ટેશન સામેથી બાઈકની ચોરી કરનાર આરોપી ઝડપાયો મોરબીની પંચાસર અને અવની ચોકડી પાસે અકસ્માતના જુદા જુદા બે બનાવમાં પાંચ વ્યક્તિને ઇજા: બે કાર ચાલક સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં ચાલતી શ્રીરામ સે રાષ્ટ્રકથામાં અંજલીબેન આર્ય કથાનું રસપાન કરાવશે


SHARE





મોરબીમાં ચાલતી શ્રીરામ સે રાષ્ટ્રકથામાં અંજલીબેન આર્ય કથાનું રસપાન કરાવશે

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષથી કાર્યરત માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ભારત માતા મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તેના લાભાર્થે મોરબીના આંગણે પ્રથમ વખત શ્રીમદ વાલ્મીકીકૃત રામકથા શ્રી રામ સે રાષ્ટ્રકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે રાતે અંજલીબેન આર્ય કથાનું રસપાન કરાવશે

મોરબીના રવાપર તથા એસપી રોડની વચ્ચે અવધપુરી સનસિટી ગ્રાઉન્ડ ખાતે ગત તા ૨૫ થી શ્રી રામ સે રાષ્ટ્રકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આગામી ૧ મે સુધી ચાલવાની છે આ કથામાં ડો. એન.પી. સિંહ (નિવૃત્ત આઈએએસ), સવજીભાઈ ધોળકીયા, ડો. જયંતિભાઈ ભાડેસિયા, નકલંક મંદિર બગથળાના મહંત દામજી ભગત, સ્વામી પરમાર્થદેવજી, મનસુખભાઈ સુવાગીયા સહિતના આગેવાનો આવ્યા હતા અને ત્યારે આજે મોરબીના લોકોને હરિયાણાના વેદ વિદુષી વક્તા અંજલીબેન આર્ય કથાનું મોરબીના લોકોને રસપાન કરાવશે અને આ કથા દરરોજ રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ સુધી ચાલે છે જેથી કરીને કથાનો લાભ લેવા માટે આયોજકોએ જાહેર નિમંત્રણ આપેલ છે અત્રે ઉલેખનીય છે કે, માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા મોરબી નજીક જડેશ્વર મંદિર પાસે ભારત માતા મંદિરનું નિર્માણ કરવા માટેનું કામ ચાલી રહ્યું છે અને ૧૨૫ વીઘા જમીનમાં ૫૧ કરોડના ખર્ચે ભારત માતા મંદિરનું બનાવવામાં આવશે




Latest News