મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરામાં આવેલ મદીના સોસાયટી તેમજ કુલીનગરમાં પાણી ન આવતા લોકો દ્વારા કરાઇ રજૂઆત, પાલિકા દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવાની અપાઇ ખાત્રી


SHARE









મોરબીના વીસીપરામાં આવેલ મદીના સોસાયટી તેમજ કુલીનગરમાં પાણી ન આવતા લોકો દ્વારા કરાઇ રજૂઆત, પાલિકા દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવાની અપાઇ ખાત્રી

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં છેલ્લા દસ-પંદર દિવસથી અનિયમિતપણે પાણી આવતું હોય રજૂઆત કરવા માટે લોકો આવ્યા હતી.એક તો પાણી કાપના લીધે એકાતરે પાણી આપવામાં આવે છે અને તે પણ વ્યવસ્થિત રીતે પાણી મળતું ન હોવાથી લોકોની ધીરજ ખુટી હતી અને રજૂઆત કરવા માટે બપોરના દોઢ વાગ્યાના સમય દરમિયાન લોકો મોરબી પાલિકા કચેરી ખાતે આવ્યા હતા અને પાણી માટે રજૂઆત કરી હતી.તે રીતે જ પાલિકા કચેરી ખાતે વીસીપરા વિસ્તારમાંથી કુલીનગરમાં રહેતા લોકો પણ પાણી માટેની રજૂઆત કરવા માટે મોરબી પાલિકા કચેરી ખાતે આવ્યા હતા અને તેમના વિસ્તારમાં પણ અપૂરતું પાણી આવતું હોય તે મુદ્દે રજૂઆતો કરી હતી.જે રજૂઆતોને પાલીકાના હેડ કલાર્ક કનૈયાલાલ કાલરીયાએ સાંભળી હતી અને પાલિકાના સ્ટાફ દ્વારા યોગ્ય પગલી લેવામાં આવશે તેવી લોકોને ખાત્રી આપવામાં આવી હતી.




Latest News