મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી એ.પી.એમ.સી. અને ગ્રીનવેલી સ્કૂલ ખાતે રાષ્ટ્રીય એકતા રેલીનું ભવ્ય સ્વાગત કરાયું


SHARE

















મોરબી એ.પી.એમ.સી. અને ગ્રીનવેલી સ્કૂલ ખાતે રાષ્ટ્રીય એકતા રેલીનું ભવ્ય સ્વાગત કરાયું

રાષ્ટ્રીય એકતાના પ્રણેતા સરદાર વલ્લભભાઇ પટેલના સંસ્મરણો અને દેશદાઝને આવનારી પેઢીમાં જીવંત રાખવા ડીવાયએસપી બી.એમ. દેસાઇના નેતૃત્વ હેઠળ યોજાયેલી રાષ્ટ્રીય એકતા બાઈક રેલીનું માળીયાથી મોરબી જીલ્લામાં પ્રવેશી હતી અને બાદમાં મોરબી શહેરમાં પહોચી હતી ત્યારે દેશ અને દુનિયામાં રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવા તેમજ આવનારી પેઢી પણ રાષ્ટ્રીય એકતાના તાંતણે બંધાઇ ભારત દેશની એકતા, વિકાસ અને ઉન્નતિ માટે તૈયાર થાય તેવા સંદેશ સાથે તમામ બાઇકર્સ દ્વારા લોહપુરૂષને સ્મરણાજંલિ આપવામાં આવી હતી. મોરબી જિલ્લાના વિવિધ સ્થાનો પર નગરજનો અને ગ્રામજનો ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા પુષ્પવર્ષા બાઈક રાઈડરોનું મનોબળ વધારવામાં આવ્યું હતું

મોરબી એ.પી.એમ.સી. ખાતે યોજાયેલ સન્માન અને સ્વાગત કાર્યક્રમમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા, હળવદના ધારાસભ્ય પરષોત્તમભાઇ સાબરીયા, એપીએમસીના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મહામંત્રીશ્રી જયુભા જાડેજા, મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી સિરામિક વિટ્રીફાઇડ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા, માજી પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા, માજી પ્રમુખ વેલજીભાઇ પટેલ, મોરબી ફલોર ટાઇલ્સ એસો.ના પ્રમુખ વિનોદભાઇ ભાડજા સહિતના હાજર રહ્યા હતા આ ઉપરાંત રેલીનું ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કુલ, લજાઇ ચોકડી ખાતે પણ રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે જીલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટના આચાર્ય રામદેવ શાસ્ત્રી, ડિવાયએસપી હર્ષ ઉપાધ્યાય, મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગિયા, તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયા, કિરીટભાઈ, દિનેશભાઈ, રૂપસિંહ સહિતના હાજર રહ્યા હતા. આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે જિલ્લા પોલીસવડા એસ.આર. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી રાધિકાબેન ભારાઈની સૂચન મુજબ કામગીરી કરવામાં આવી હતી




Latest News