વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

એડવેન્ચર : મોરબીના દિવ્યાંગ બાળકે પૂરી કરી કેદારનાથની યાત્રા


SHARE











એડવેન્ચર : મોરબીના દિવ્યાંગ બાળકે પૂરી કરી કેદારનાથની યાત્રા

મોરબીના મનોદિવ્યાંગ બાળક માટે તેના પિતાએ સંસાર છોડી દીધો હતો અને સાધુ સન્યાસી બની જઇને તેમના મનો દિવ્યાંગ બાળક જેવા બાળકોની મદદ કરવા માટેનો નિર્ધાર કર્યો હતો અને ત્યારબાદ મોરબીમાં આ ક્ષેત્રમાં ઘણું કામ કર્યું હતું.બાદમાં હાલ તેઓ પોતાના પુત્રને સાથે લઈને હરિદ્વાર આશ્રમમાં ચાલ્યા ગયા હોવાનું જાણવા મળે છે.દરમિયાનમાં તેઓના મનો દિવ્યાંગ પુત્ર જય ઓરિયા દ્વારા સાહસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. જ્યાં માઇનસમાં તાપમાન હોય તેવી વિકટ ગણાતી ચારધામ પૈકીની કેદારનાથ યાત્રા પૂરી કરી હતી.એવું કહેવાય છે કે શ્રદ્ધાપૂર્વક જો શિવના સાનિધ્યમાં જવું હોય તો આપોઆપ આંતરિક ઊર્જાનો સંચાર થાય છે.તેવું જ ઉદાહરણ મોરબીના મનો દિવ્યાંગ જય ઓરીયાએ પુરૂ પાડયુ હતુ.જયાં ઝીરો કે માઇનસ ડિગ્રીમાં તાપમાન હોય અને તેમાં પણ અનેક પડકારો હોય તેવી કેદારનાથની યાત્રા 5 દિવસમાં પુરી કરીને કેદારનાથ ભગવાન શિવના સાનિધ્યમાં રોકાયા હતા.તેમજ પગપાળા યાત્રા કરીને ભૈરવ બાબા, મોદી ગુફા, પર્વત ઉપરનુ ટ્રેકિંગ પણ કર્યું હતુ.




Latest News