મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

હળવદના આંબેડકરનગર-1 માં રહેતી પરિણીતા ગુમ


SHARE











હળવદના આંબેડકરનગર-1 માં રહેતી પરિણીતા ગુમ

હળવદ તાલુકાના સરા રોડ ઉપર આવેલ આંબેડકરનગર-1 માં રહેતી મહિલા ઘરે કોઈને કશું કહ્યા વગર બે દિવસ પહેલા નીકળી ગયેલ છે અને તેની શોધખોળ કરવા છતાં કોઈ જગ્યાએથી તેનો પતો લાગ્યો નથી જેથી હાલમાં ગુમ થયેલ મહિલાના પતિએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ આપેલ છે જેના આધારે પોલીસે ગુમ થયેલ મહિલાને શોધવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદના સરા રોડ ઉપર આવેલ આંબેડકરનગર-1 માં રહેતા મનોજભાઈ વાલજીભાઈ પરમાર જાતે અનુ. જાતિ (28)એ તેઓના પત્ની મંજુલાબેન મનોજભાઈ પરમાર (26) ગુમ થયા હોવા અંગેની ગુમસુધા ફરિયાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. 20/6/24 ના રોજ બપોરે 12.15 વાગ્યાના અરસામાં તેઓના પત્ની ઘરે કોઈને કશું કહ્યા વગર ચાલ્યા ગયેલ છે અને તેને શોધવા છતાં કોઈ જગ્યાએથી તેનો પત્તો લાગ્યો નથી જેથી કરીને ગુમ થયેલ મહિલાના પતિએ નોંધાવેલ ગુમસુધા ફરિયાદ આધારે પોલીસે મહિલાને શોધવા માટે તજવીજ શરૂ કરી છે

યુવતીએ ઝેરી દવા પીધી

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામે રહેતી વૈશાલીબેન હર્ષદભાઈ ધામેચા (19) નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ઘરે હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવેલ છે




Latest News