ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામેથી યુવાન ગુમ


SHARE













મોરબીના લાલપર ગામેથી યુવાન ગુમ

મોરબીના લાલપર ગામે કારખાનામાંથી યુવાન કોઈને કંઈપણ કહ્યા વગર કયાંક ચાલ્યો ગયો હોય હાલ બનાવ અંગે તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ દ્વારા ગુમ થયેલા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અશ્વિનભાઈ દેવજીભાઈ બોસીયા (ઉ.વ.૨૮) રહે. હાલ હોલીસ સિરામીત લાલપર તા.જી.મોરબી વાળો લાલપર ગામની સીમમાં આવેલા હોલીસ સિરામીકમાંથી કોઈને કંઇપણ કહ્યા વગર કયાંક જતો રહેલ હોય કોઈને કયાંય જોવા મળે તો તેના પિતા દેવજીભાઇના મોબાઇલ નંબર 9824325143 અથવા 98243 25643  ઉપર જાણ કરવા વિનંતી કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં બનાવમાં ઈજા

મૂળ મધ્યપ્રદેશનો અને હાલ મોરબીના લખધીરપુર રોડ ઉપર રહીને મજૂરી કામ કરતો રાજબહોર રઘુનાથ નામનો 35 વર્ષનો યુવાન બાઇક લઈને માળિયા બાજુ કામકાજ માટે ગયો હતો અને ત્યાં કારખાનેથી કામ પતાવીને તે પરત મોરબીના લખધીરપુર રોડ બાજુ જતો હતો ત્યારે રસ્તામાં લખધીરપુર રોડ ઉપર તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં ઈજા પામેલ રાજબહોર રઘુનાથને ઇજાઓ થતા શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાઈ હતી.જ્યારે અન્ય એક બનાવમાં મોરબીના ઘુંટુ રોડ ઉપર બન્યો હતો.બાઈક સ્લીપ થઈ જવાના બનેલ આ બનાવમાં રંજનબેન ચતુરભાઈ વાઘરોડીયા (ઉમર 49) રહે.નીનામા તાલુકો સાયલા જી.સુરેન્દ્રનગરને ઇજાઓ થતાં તેમને પણ સારવાર માટે હોસ્પિટલે લઈ જવાયા હોય હોસ્પિટલ ખાતેથી બનાવની જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

જનાવર કરડી જતા સારવારમાં

મોરબી તાલુકાના કૃષ્ણનગર (કોયલી) ગામે રહીને મજૂરી કામ કરતા રાહુલ કમલેશભાઈ રાઠવા નામના 18 વર્ષના યુવાનને કામકાજ દરમિયાન ઝેરી જનાવર કરડી ગયું હતું.જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ અંગે તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના સબળસિંહ સોલંકી દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી હતી.






Latest News