રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના વાંકાનેરમાં સીટી પીઆઇ ઉપર ધોકા વડે હુમલો..!, પીઆઇ સારવારમાં


SHARE







મોરબીના વાંકાનેરમાં સીટી પીઆઇ ઉપર ધોકા વડે હુમલો..!, પીઆઇ સારવારમાં

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા ખંભાળા ગામે પીઆઇ(પોલીસ ઇન્સ્પેકટર)  ઉપર ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી રહી છે..! સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પવનચક્કી બાબતે કરવા આવેલ અરજી અને પવનચક્કી ન નાંખવા દેવા બાબતના વિવાદમાં અરજીની તપાસમાં ફરીયાદીને સાથે રાખીને તપાસમાં ગયેલા પીઆઇ સરવૈયા ઉપર ધોકા વડે હુમલો કરવામાં આવતા માથાના ભાગે ટાંકા આવતા હાલ પીઆઇને સારવારમાં લઇ જવાયા હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાં આવતા ખંભાળા ગામે પવનચક્કી નાંખવાની હોય તે બાબતે અરજી આવી હતી અને ત્યાં પવનચક્કી નહીં નાંખવા બાબતે સામેના પક્ષ તરફેથી વિવાદ ચાલી રહ્યો હોય અરજીની તપાસમાં ફરિયાદીને સાથે રાખીને તપાસમાં ગયેલા પીઆઇ બી.જી.સરવૈયા ઉપર તેમજ ફરિયાદી  ઉપર સામેના પક્ષ દ્વારા ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. ફરિયાદીને ઢોર માર મારવાની સાથે સાથે પીઆઇને પણ સામેના પક્ષના લોકો દ્રારા પીઆઇને માથાના ભાગે ધોકો ફટકારી દેવામાં આવતા પીઆઇ સરવૈયાને માથાના ભાગે ત્રણથી ચાર ટાંકા આવ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે અને તેમને દવાખાને દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. વધુમાં મળતી માહિતી મુજબ પોલીસ એસોર્ટના બનાવની  જાણ થતા ડીવાયએસપી દ્વારા તમામ થાણા અધિકારીઓને હાલ વાંકાનેર દોડી જવા માટે સૂચના આપવામાં આવી છે જેના પગલે વાંકાનેર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયુ છે અને ચોતરફ હુમલાખોરોને ઝડપી પાડવા તપાસ શરૂ કરવામાં આવેલ છે.






Latest News